એક એવોર્ડ ફંક્શનમાં મુલાકાત થતાં રેખા અને રવીના ટંડન ભેટી પડ્યા

મુંબઈ, ઝાકમઝોળથી ભરેલી એક્ટિંગની દુનિયામાં ક્યારે બે એક્ટર્સ મિત્રોમાંથી દુશ્મન બની જાય અને ક્યારે કટ્ટર દુશ્મનમાંથી સારા મિત્રો બની જાય તે કહી શકાય નહીં. ખાસ કરીને હીરોઈનોમાં આવું વધારે જાેવા મળતું હોય છે.
એક સમય એવો હતો જ્યારે રવીના ટંડન અને રેખા વચ્ચે પણ કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, તેઓ એકબીજા સાથે વાત કરવા તૈયાર નહોતી અને જાે કોઈ ઈવેન્ટમાં સામસામે આવી પણ જાય તો મોં ફેરવી લેતી હતી. આ પાછળ અક્ષય કુમારને જવાબદાર માનવામાં આવતો. જે ભૂતકાળમાં બંને સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે.
જાે કે, રવીના કે રેખામાંથી કોઈએ પણ ક્યારેય જાહેરમાં એકબીજા પ્રત્યેનો અણગમો વ્યક્ત કર્યો નહોતો તેમજ એકબીજા વિશે કંઈ કહ્યું પણ નહોતું. સમય જતાં તેમની વચ્ચે બધું ઠીક થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે, આ વાતની સાબિતી શનિવારે યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં મળી હતી. એવોર્ડ ફંક્શન દરમિયાન રેડ કાર્પેટ પર રેખા અને રવીના ટંડનનો ભેટો થયો હતો.
આ દરમિયાન બંનેએ એકબીજા સાથે ખૂબ વાતચીત કરી હતી અને પ્રેમ વરસાવ્યો હતો. આટલું જ નહીં રવીનાએ તેની મેનેજર પાસેથી પોતાનો ફોન માગ્યો હતો અને રેખા સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી. રવીનાએ આ સમયે બ્લેક કલરના આઉટફિટની સાથે મેચિંગ ઈયરરિંગ્સ પહેરી હતી, તો બીજી તરફ રેખા પણ હંમેશાની જેમ સિલ્કની સાડી, હેવી જ્વેલરી અને વાળમાં ગજરો લગાવીને આવ્યા હતા. રેખાએ રવીનાને પદ્મ શ્રી એવોર્ડ મળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
રવીનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાંથી પહેલી તસવીરમાં તે અને રેખા છે. બંને કેમેરા સામે જાેઈને પાઉટ કરી રહ્યા છે. એક તસવીરમાં તે કાર્તિક આર્યન સાથે વાતો કરવામાં મશગૂલ છે. એક તસવીર સોનુ સૂદ સાથેની છે જ્યારે એકમાં તે એવોર્ડ હાથમાં લઈ રહી છે.
રેખા અને રવીના ટંડનની તસવીરની કેટલાક યૂઝર્સે પ્રશંસા કરી હતી તો કેટલાકે અક્ષય કુમારને યાદ કર્યો હતો અને તે ક્યાં છે તેવો સવાલ પૂછ્યો હતો.
એક સમય એવો હતો જ્યારે બંનેનું નામ અક્ષય કુમાર સાથે જાેડાયું હતું. રેખા ૧૩ વર્ષ નાના અક્કી સાથે ઈશ્ક ફરમાવી રહી હતી તો રવીના સાથે પણ તે રિલેશનશિપમાં હતો. બંને એક્ટ્રેસ વચ્ચે આ વાતને લઈને તણાવ રહેતો હતો.
પરંતુ તેમણે ક્યારેય પણ આ ખબર પર પ્રતિક્રિયા આપી નહોતી. તેવામાં બંને એક્ટ્રેસને સાથે જાેઈને પબ્લિકે મિ.ખિલાડીને યાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર, રેખા અને રવીના ટંડન ત્રણેય ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’માં સાથે કામ કરી ચૂક્યા છે.SS1MS