ફિલ્મ માટે રેખાએ ના પાડી, તો દિગ્દર્શકે તેના જેવી દેખાતી એક્ટ્રેસ સાથે બનાવી લીધી ફિલ્મ

મુંબઈ, ૭૦ થી ૯૦ ના દાયકા સુધી બોલિવૂડના સુપરસ્ટાર રહેલા ઋષિ કપૂર ભલે આ દુનિયામાં નહીં હોય, પરંતુ તે જમાનાના સુપરસ્ટાર સ્વર્ગસ્થ ઋષિ કપૂરના નામની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂર એક એવા બોલિવૂડ અભિનેતા છે, જેમની સામે લગભગ ૨૦ અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને સ્ટારડમ હાંસલ કર્યું.
આવી જ એક અભિનેત્રી હતી કાજલ કિરણ. કાજલ કિરણે ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’થી ડેબ્યૂ કર્યું હતું. ૧૯૭૭માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન નાસિર હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ગીતો તે દિવસોમાં સુપરહિટ સાબિત થયા હતા જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. કહેવાય છે કે, રેખા પહેલા આ ફિલ્મ કરવાની હતી. પરંતુ રેખા અન્ય ફિલ્મોના શૂટિંગને કારણે આ ફિલ્મનો હિસ્સો બની શકી હતી.
આવી સ્થિતિમાં દિગ્દર્શકે તેના જેવી જ અભિનેત્રી કાજલને મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરી હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે, કાજલ તેની પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જાે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાજલ રેખા સાથે ઘણી મળતી આવતી હતી. તેની આંખો અને સ્મિત રેખા સાથે બરાબર મેળ ખાતા હતા.
તે રેખા જેવી ખૂબ જ બબલી અને ડસ્કી હતી. પહેલી નજરે તેનો લુક રેખા જેવો જ હતો. કાજલ પાસે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહોતું પરંતુ તેણે બહુ ઓછા સમયમાં દર્શકોમાં પોતાની ઓળખ બનાવી. અહેવાલો અનુસાર, જ્યારે ‘હમ કિસી સે કમ નહીં’ બોક્સ ઓફિસ પર સારી સાબિત થઈ ન હતી, ત્યારે કાજલ કિરણે ફિલ્મની નિષ્ફળતા માટે ઋષિ કપૂરને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું હતું. આ વિશે વાત કરતાં ઋષિએ પોતે જ ખુલાસો કર્યો હતો.
તેણે કહ્યું હતું કે, કાજલ ફક્ત ફિલ્મોમાં તેના ખરાબ નસીબ માટે બહાનું શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઋષિએ દલીલ કરી હતી કે, ડિમ્પલ કાપડિયા અને જયા પ્રદાએ તેમની સાથે ડેબ્યૂ કર્યું હતું અને તેઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેઓ કોઈની સફળતા કે નિષ્ફળતા નક્કી કરવા માટે એટલા મહત્વપૂર્ણ ન હતા.
બોલિવૂડની લગભગ ૪૦ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કાજલ કિરણનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૮ના રોજ મુંબઈમાં થયો હતો. જાેકે, ફિલ્મોમાં સતત નિષ્ફળતાને કારણે, કિરણ તેની ૧૩ વર્ષની કારકિર્દી પછી નેધરલેન્ડમાં સ્થાયી થઈ ગઈ. તેણે કોની સાથે લગ્ન કર્યા, તેના બાળકો કોણ છે તે વિશે કોઈને કંઈ ખબર નથી.SS1MS