Western Times News

Gujarati News

ચીફ જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ લિખિત મહત્વપૂર્ણ ચૂકાદા ઉજાગર કરતા પુસ્તકનું વિમોચન

ચેરમેન જે. જે. પટેલના રચનાત્મક નેતૃત્વની સરાહના કરતા – ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ!!

તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીની છે ! તેમણે ગુજરાત બાર કાઉન્સિલના વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનું ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરતા દ્રશ્યમાન થાય છે !

બીજી તસ્વીરમાં ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે અભ્યાસપૂર્ણ, વિદ્વતાપૂર્ણ રીતે તેમની સક્ષમતાના પરિચય આપતું ૮૦ જુદા જુદા મુદ્દાઓ સાથે એક પુસ્તક તૈયાર કર્યુ હતું તેને પણ લોકાર્પણ કરાયું હતું અને આ આયોજન ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ કરાયું હતું ! આ પુસ્તક વકીલો સમક્ષ ઉજાગર કરાયું હતું ! તેની બોલતી તસ્વીર છે ! Release of book highlighting important judgments written by Chief Justice Sunitaben Aggarwal

ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત વેબસાઈટ અને માબાઈલ એપ્લીકેશનના લોકાર્પણ પ્રસંગે ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, ગુજરાત સરકારના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ, એકઝીકયુટિવ ચેરમેન શ્રી એન. ડી. પટેલ તથા વાઈસ ચેરમેન એમ. સી. કામદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

દરેક વ્યક્તિને ન્યાય મળે તે માટે “ઓનલાઈન કોર્ટાે”નું આયોજન કરવા તથા જુનીયર્સ વકીલોને સક્ષમત કેળવવા અનુરોધ કરતા ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ !!

લોકો કોર્પાેરેટ હોસ્પિટલમાં જવાનું પસંદ કરે છે ! કારણ કે ત્યાં દર્દીઓને ઉત્તમ સેવા મળે છે ને પ્રશ્નોના ઉત્તર મળે છે ! જે જનરલ દવાખાનામાં ઉપલબ્ધ નથી ! ન્યાય ક્ષેત્રે પણ ઉત્તમ સેવાની જરૂર છે – ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ !!

ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જાણીતા જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું છે કે, “ન્યાયાધીશનું પદ સત્તાનું કેન્દ્ર નહીં પણ કર્તવ્ય પાલનનું પ્રેરણાબિંદુ છે અને ન્યાયતંત્રમાં કામ કરતા માનવીઓની ગુણવત્તા પરથી ચારિત્ર્ય પરથી નકકી થાય છે”!! જયારે સુપ્રિમ કોર્ટના જસ્ટીસશ્રી અને ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય શ્રી જે. બી. પારડીવાલાએ કહ્યું છે કે,

“સમાજને વધુ સર્વ સમાવેશ નિષ્પક્ષ અને ન્યાયી બનાવવા ગુજરાતની દરેક વ્યક્તિ સહયોગ આપે અને તેમણે દેશના બંધારણના પવિત્ર ગ્રંથને અનુસરવાનો પણ અનુરોધ કર્યાે હતો”!! ગુજરાત બાર કાઉન્સિલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનને વકીલ આલમ માટે લોકાર્પણ સમારોહનું આયોજન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના વરદ્દહસ્તે કરાયુ હતું !

જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહેતાં ગુજરાત હાઈકોર્ટનું ઓડિટોરીયમ વકીલોથી ખીચો ખીચ ભરાઈ ગયું હતું ! આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે વ્યુહાત્મક રીતે ભારે જહેમત ઉઠાવી હતી જેમાં કાયદામંત્રી શ્રી ઋષિકેશ જી. પટેલ તથા ગુજરાત સરકારશ્રીના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં

જયારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે સમારંભને દિપાવ્યો હતો !! લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ટકી રહેશે તો ન્યાયતંત્રનું સત્તાકીય મહત્વ ટકી રહેશે અને વકીલાતનો વ્યવસાય આગળ વધારવા માટે પક્ષકારોને ઝડપી ન્યાય મળે અને લોકોનો વિશ્વાસ ન્યાય પ્રક્રીયા ઉપર ટકી રહે તે માટે ન્યાય પ્રક્રીયાને ઝડપી બનાવવા સહયોગ આપવા અનુરોધ કરતા ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે કર્યો હતો.

“ન્યાય મોડો આપવો એ ન્યાય ન આપવા બરાબર છે”!! આમ કહીને ગુજરત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે અત્યંત મર્મસ્પર્શીય અને હૃદયસ્પર્શીય અપીલ કરતા વકીલ આલમને વધુમાં જણાવ્યું હતું કે, “ન્યાયાધીશો અને વકીલો એક સિકકાની બે બાજુ છે !! બાર અને બેન્ચને અતૂટ અને જુનો સબંધ છે”!! આમ ન્યાયની ખુરશીમાં બેઠા છીએ ત્યાંથી ન્યાય તોળીએ છીએ અને વકીલો સહયોગ કરે છે

ત્યારે ન્યાય તોળવાનું કામ ઝડપી અને સરળ બને છે ! ન્યાય ક્ષેત્રની ગરિમા જાળવી રાખો ! સુશ્રી સુનિતાબેન અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, “કયારેક અમે જોશમાં આવી જઈએ છીએ તો કયારેક તમો (વકીલો) જોશમાં આવી જાઓ છો ! પરંતુ આપણે જે કાઈપણ કરીએ છીએ તે પક્ષકારોના અÂસ્તત્વને આભારી છે”! પક્ષકારો સવાલ ભરી નજરોથી જુએ છે કે, “ન્યાય કયારે મળશે ?!” જેમાં વકીલોનો સહકાર અને ભાવના પણ જોઈએ !

ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે કોર્ટમાં આવતા પક્ષકારો અને કોર્પાેરેટ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ વચ્ચે તુલના કરતા જણાવ્યું હતું કે, “લોકો કોર્પાેરેટ હોસ્પિટલમાં જવાનું કેમ પસંદ કરે છે ?!” કારણ કે દર્દીઓના દરેક સવાલોના જવાબો મળી રહે છે ! તેમને સારી સર્વિસ મળે છે ! માટે લોકો કોર્પાેરેટ હોસ્પિટલમાં જવાનું પસંદ કરે છે !

જનરલ કેટેગરીના દવાખાનામાં દર્દીઓની એવી કાળજી લેવાતી નથી એ જ રીતે કોર્ટમાં પક્ષકારો તેમના અનેક પ્રશ્નોને લઈને તેના ઉકેલ માટે આવે છે આ એક ન્યાયિક ઈસ્ટીટયૂશન છે ! (સંસ્થા છે) ! માટે તેમણે વકીલોને પોતાના પક્ષકારોનો વિશ્વાસ ટકી રહે એવી સેવા આપવા પણ અનુરોધ કર્યાે હતો ! અને વકીલોને માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે કોઈ એક કેસ લટકાવી રાખવાથી તમારી વકીલાતને લગતા કેસો નહીં આવે માટે કેસોનો ઝડપી નિકાલ થાય, પક્ષકારોને ઝડપી ન્યાય મળે તે રીતે કામ કરવા અનુરોધ કર્યાે હતો ! તારીખ પે તારીખ પડશે અને ઝડપી ન્યાય નહીં મળે તો લોકો ન્યાય માટે અદાલતોમાં આવતાં બંધ થઈ જશે ! પછી ન્યાયતંત્રનું સંસ્થા તરીકેનું મહત્વ નહીં રહે અને વકીલોની વકીલાત પણ લુપ્ત થઈ જશે !

ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે એમ પણ કહ્યું હતું કે, “આધુનિક ટેકનોલોજીથી તમારી પાસે દરેક ચૂકાદાઓ મળી રહેશે ! પરંતુ જો જુનીયર્સ વકીલો વાંચીને અભ્યાસ કરવાથી વકીલાત ક્ષેત્રે વધુ કાબેલીયત આવશે”! તમે ચૂકાદાને પુરેપુરા વાંચી જાઓ તેનાથી તમારી ઝડપ વધશે અને તમારે જે જોઈએ છે તે તરત જ શોધી શકશો !

આધુનિક ટેકનોલોજીથી વધુ પારદર્શકતા આવે છે પણ પક્ષકારો કોર્ટમાં આવશે તેને ન્યાય મળશે પરંતુ બધાં ન્યાયતંત્રના દરવાજા ખટખટાવી શકતા નથી ! ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે “ઓનલાઈન કોર્ટ” પણ બનાવવી જોઈએ ! એવું સૂચન કર્યુ હતું ! માટે ન્યાય પ્રક્રીયાને ઝડપી બનાવવા તેમણે અનુરોધ કર્યાે હતો !! ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનની વિધેયાત્મક નેતૃત્વની નોંધ લેતા કહ્યું હતું કે, “ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ખાલી નેતૃત્વ નથી કરી રહ્યા પણ તેમણે રચનાત્મક નતૃત્વ પુરૂં પાડયું છે”!!

 


Read News In Hindi

Read News in English

1 thought on “ચીફ જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ લિખિત મહત્વપૂર્ણ ચૂકાદા ઉજાગર કરતા પુસ્તકનું વિમોચન

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.