Western Times News

Gujarati News

ઈડરના લેખિકા કુમારી તરલીકા પ્રજાપતિના પુસ્તક “તત્વમસિ” નું વિમોચન

બાયડ,  ઈડરના ચોટાસણ ગામના દિવ્યાંગ લેખિકા કુમારી તરલીકા “તત્વમસિ” ના પુસ્તક નું વિમોચન આજરોજ કાયાવરોહણ તીર્થધામ ખાતે યોજવામાં આવ્યો આ સમારોહ શબ્દ વાવેતર એક પરિવાર ગૃપ નાં એડમીન ગૃપ થકી આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ઘણા બધા લેખક લેખિકાઓ ના પુસ્તકો નો વિમોચન કાર્યક્રમ કરવામાં આવ્યો આ સમારંભ ના મુખ્ય મહેમાન અને સાહિત્ય નાં ઉપાસક યોગેશભાઈ ગઢવી ગાંધીનગર ખાસ ઊપસ્થિત રહ્યા હતા અને તમામ લેખક લેખિકાઓ ના પુસ્તકો નું વિમોચન યોગેશભાઈ ગઢવી ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં પિનાકીન પારેખ ‘પીનુ પ્યારે’કિરણ શમૉ ‘પ્રકાશ’જીવતી પીપલીયા “શ્રી”શોભા મિસ્ત્રી ‘અક્ષય’નિશા નાયક”પગલી”અને તત્વમસિ એમ તમામ ગૃપના આયોજન ઊપસ્થિત રહ્યા હતા આ પુસ્તક ઈડરના જાણીતા લેખિકા કુમારી તત્વમસિ એ જીવનમાં શું શું?

તત્વ હોવું જાેઈએ જેના ઉપર લખેલું છે અને જને પ્રસિદ્ધ કરવામાં ખુબ ભારે જહેમત ઉઠાવી છે એવા ડો હષૅદભાઈ લશ્કરી યોગેશભાઈ વ્યાસ ડો સુરેશભાઈ પટેલ યોગેશ્રવરીબેન શાહ જયપ્રકાશ વ્યાસ નેહા સોની કૌશલ મોદી અલ્પાબેન મોદી એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા દિવસ રાત એક કરી માનવ સમુદાય ને વાંચન ક્ષેત્રે વધુ પુસ્તકો મળે અને સાહિત્ય વાંચન હરહંમેશ જીવન રહે એ માટે નાં પ્રયત્નો કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.