Western Times News

Gujarati News

રીલાયન્સે વેનેઝુએલા પાસેથી ઓઈલ ન ખરીદવાનો નિર્ણય લીધો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર ૨૫% ડ્યુટી લગાવવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે-ભારત વેનેઝુએલાના ઓઇલનો મોટો ખરીદદાર છે. તેણે ૨૦૨૪માં ૨૨ મિલિયન બેરલ ઓઇલ આયાત કર્યું. 

(એજન્સી)મુંબઈ, ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપની ટેરિફની ધમકીઓ સામે એક મોટો નિર્ણય લઇને ઝટકો આપ્યો છે. અમેરિકાના નિવનિયુક્ત ડોનાલ્ડ ટ્રંપે આવતાની સાથે ટેરિફ મુદ્દે આડેધડ નિર્ણયો લઇને વિશ્વભરમાં તબાહી મચાવી છે ત્યારે મુકેશ અંબાણીએ એક મોટો નિર્ણય લીધો છે.

તેમણે દક્ષિણ અમેરિકન દેશોમાંથી તેલ ન ખરીદવાનો નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર ૨૫% ડ્યુટી લગાવવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે મુકેશ અંબાણી ટ્રમ્પને ટેરિફ ચૂકવવા ઈચ્છતા નથી. નોંધનીય છે કે ભારતની સૌથી મોટી ખાનગી રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેનેઝુએલાથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહી છે. કંપનીને ગયા વર્ષે યુએસ સત્તાવાળાઓ પાસેથી આ આયાત માટે ખાસ પરવાનગી મળી હતી.

જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા આદેશ મુજબ, વેનેઝુએલાથી તેલ ખરીદનાર કોઈપણ દેશ પર ૨ એપ્રિલથી ૨૫% ડ્યુટી વસૂલવામાં આવશે. ભારત લગભગ ૯૦% તેલ વેનેઝુએલા પાસેથી ખરીદે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં વેનેઝુએલાથી મેરે ગ્રેડ ક્રૂડ ઓઇલના છેલ્લા કન્સાઇન્મેન્ટની રાહ જોઈ રહ્યું છે, જે પહેલાથી જ રવાના થઈ ચૂક્યું છે. આ કન્સાઈનમેન્ટ પછી, કંપનીએ વધારાની ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

અન્ય ભારતીય રિફાઈનરીઓ પણ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી રહી છે. હવે તેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયાથી તેલની આયાત તરફ વળી શકે છે કારણ કે ત્યાંથી તેલની ઉપલબ્ધતા અને પહોંચ સરળ છે. ભારત વેનેઝુએલાના ઓઇલનો મોટો ખરીદદાર છે. તેણે ૨૦૨૪માં ૨૨ મિલિયન બેરલ ઓઇલ આયાત કર્યું. જાન્યુઆરીમાં ખરીદી વધીને ૨,૫૪,૦૦૦ બેરલ પ્રતિ દિવસથી વધુ થઈ ગઈ, જે વેનેઝુએલાની કુલ નિકાસ ૫૫૭,૦૦૦ બીપીડીનો લગભગ અડધો ભાગ છે.

ડિસેમ્બર ૨૦૨૩માં આયાત લગભગ ૧,૯૧,૬૦૦ બેરલ પ્રતિ દિવસ હતી. આમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ ૧,૨૭,૦૦૦ બીપીડી હાંસલ કર્યું હતું. નવા ટેરિફ ભારતીય રિફાઈનર્સ માટે ખરીદી ખર્ચમાં વધારો કરી શકે છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની પણ શક્્યતા છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ દેશ ઓછામાં ઓછા એક વર્ષ સુધી વેનેઝુએલાથી ઓઇલ આયાત કરવાનું બંધ ન કરે ત્યાં સુધી ટેરિફ લાગુ રહેશે. જોકે, અમેરિકા પહેલા તેને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.