રીલાયન્સ ૯૦ કરોડ ડોલરમાં જસ્ટ ડાયલ કંપની ખરીદવાની તૈયારી કરી
નવી દીલ્હી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે ફરી પાછો એક મોટો સોદો કરવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફયુચર ગ્રૂપ વચ્ચે નો સોદો કાનૂની વિવાદમાં સપડાયેલો છે ત્યાં જ મુકેશ અંબાણી હવે ૯૦ કરોડ ડોલરમાં જસ્ટ ડાયલ નામની કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. Reliance in advance talks to buy Justdial formal announcement likely on July 16 2021
મુકેશ અંબાણી રિટેલ બિઝનેસ માં પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો અને જેના ભાગરુપે નવી કંપની ખરીદવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે અને ડાયલ કંપની દ્રારા બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે અને આ ખરીદી બાબતમાં મહત્વની ચર્ચા થઈ રહી છે અને ફાઇનલ ર્નિણય લેવાઈ જવાની સંભાવના છે.
જસ્ટ ડાયલ ૨૫ વર્ષ જૂની ઇન્ફોર્મેશન સર્ચ એન્ડ લિસ્ટિંગ કંપની છે અને તેનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. જાે આ ડીલ થઇ જશે તો તેનાથી રિલાયન્સના રીટેલ બિઝનેસને મોટો ફાયદો થશે અને મર્ચન્ટ ડેટાબેઝ રિલાયન્સને વધુ આગળ લઈ જશે તેમ માનવામાં આવે છે.