Western Times News

Gujarati News

યુકેની હાઇસ્ટ્રીટ ફાર્મસી ચેઇન બુટ્‌સને ખરીદવાની રિલાયન્સની તૈયારી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બૂટ્‌સને ખરીદવા માટે બીડ કરશે -રિલાયન્સ અને એપોલો બંને કંપનીઓ બૂટ્‌સમાં હિસ્સો ધરાવશે, જાે કે કોનો કેટલો હિસ્સો હશે તે સ્પષ્ટ નથી

મુંબઇ,  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમેરિકાની એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ફર્મ સંયુક્ત રીતે યુકેની હાઇ સ્ટ્રીટ ફાર્મસી ચેઇન બુટ્‌સને ખરીદવા માટે બીડ કરવાનું આયોજન કરી રહ્યા છે, એવુ સુત્રોએ જણાવ્યુ છે. Reliance Industries is working with US private equity firm Apollo on a joint bid for Boots

જાે વોલગ્રીન્સ બૂટ્‌સ એલાયન્સના યુકે સ્થિત બિઝનેસને ખરીદવા માટે કરેલી સંયુક્ત બિડ સફળ થશે તો બુટ્‌સ ભારત, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં તેની હાજરીનું વિસ્તરણ કરશે. બૂટ્‌સ માટે બિડિંગ કરવાની છેલ્લી તારીખ ૬ મે, ૨૦૨૨ છે.

બૂટ્‌સ બિઝનેસનું કુલ મૂલ્ય પાંચથી છ અબજ પાઉન્ડ ( ૬.૨૭ થી ૭.૫૨ અબજ ડોલર)ની વચ્ચે હોઇ શકે છે. પ્રસ્તાવ મુજબ રિલાયન્સ અને એપોલો બંને કંપનીઓ બૂટ્‌સમાં હિસ્સો ધરાવશે, જાે કે કોનો કેટલો હિસ્સો હશે તે સ્પષ્ટ નથી. વોલગ્રીન્સે જાન્યુઆરીમાં વ્યૂહાત્મક સમીક્ષા બાદ પછી તેના બૂટ્‌સ બિઝનેસને વેચાણ માટે મૂક્યો કારણ કે બીજી સૌથી મોટી યુએસ ફાર્મસી ચેઇન સ્થાનિક હેલ્થકેર બિઝનેસ પર પોતાનું કેન્દ્રિત કરવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.