રિલાયન્સે સેન્સહોકના સોલર ડિજિટલ પ્લેટફોર્મમાં હિસ્સો ખરીદ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સેન્સહોકમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે
સેન્સહોક યુએસ, EMEA, APAC અને SEAમાં સમગ્ર સોલર એસેટ લાઇફસાઇકલ વચ્ચે ગ્રાહકો સાથેનું સોલર ડિજિટાઇઝેશન પ્લેટફોર્મ (SDP) છે.
સેન્સહોક પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશન, ઓટોમેશન અને એસેટ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ માટે SDP SaaS ઓફર કરે છે.
મુંબઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”) એ સેન્સહોક (“SenseHawk”)માં ભાવિ વૃદ્ધિ, ઉત્પાદનોના વ્યાવસાયિક રોલઆઉટ અને R&D માટેના ભંડોળ સહિત કુલ USD 32 મિલિયનના વ્યવહાર મૂલ્ય માટે બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
2018 માં સ્થપાયેલી સેન્સહોક એક સૌર ઊર્જા ઉત્પાદન ઉદ્યોગ માટે સોફ્ટવેર-આધારિત મેનેજમેન્ટ ટૂલ્સના પ્રારંભિક તબક્કાના કેલિફોર્નિયા સ્થિત ડેવલપર છે. સેન્સહોક પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં અને ઓટોમેશનનો ઉપયોગ કરવામાં કંપનીઓને મદદ કરીને આયોજનથી ઉત્પાદન સુધી સૌર પ્રોજેક્ટ્સને વેગ આપવામાં મદદ કરે છે.
સેન્સહોક 15 દેશોમાં 140થી વધુ ગ્રાહકોને તેમની 600થી વધુ સાઇટ્સ અને કુલ 100થી વધુ GWની એસેટ્સ માટે નવી ટેકનોલોજી અપનાવવામાં મદદ કરે છે.
સેન્સહોકનું સોલર ડિજિટલ પ્લેટફોર્મ સોલર એસેટ્સ લાઇફસાઇકલનું એન્ડ-ટુ-એન્ડ મેનેજમેન્ટ ઓફર કરે છે. તેના ગ્રાહકો સેન્સહોક પાસેથી નીચે મુજબની મૂલ્યવાન સેવાઓ મેળવે છે:
કન્સ્ટ્રક્શન પહેલાનું મૂલ્યાંકન અને પ્રોસેસ ઑપ્ટિમાઇઝેશન: પ્લેટફોર્મનો અભિગમ ડેશબોર્ડિંગ, લેન્ડ ડેટા મેનેજમેન્ટ, ડિઝાઇન ઓપ્શન મેનેજમેન્ટ, BOQs, મંજૂરીઓ અને વધુ માટે એક જ GIS સમર્થિત દૃશ્યમાં બહુવિધ પ્રક્રિયાઓ અને ડેટાના એકીકરણને સક્ષમ કરે છે.
બાંધકામ વ્યવસ્થાપન: મેપ વ્યૂ, ચેટ અને ડિજિટલ ફોર્મ્સ સાથે મળીને, SDP પ્રારંભિક સમસ્યાની શોધ અને ઑનસાઇટ રિઝોલ્યુશન, ઓટોમેટેડ પ્રોગ્રેસ રિપોર્ટ્સ, એન્જિનિયરિંગ ડ્રોઇંગ્સ અને સ્કીમાને સાઇટ પરના ઘટકો સાથે જોડે છે અને પ્રક્રિયાઓને વેગ આપે છે.
કામગીરી અને જાળવણી: સેન્સહોક તમામ હિતધારકોને એક જ ઈન્ટરફેસ પર લાવે છે. ટીમો સમાન નકશા-આધારિત કાર્યોથી કામ કરે છે, જેમાં ડિજિટલ ટ્વીનમાં મેપ કરેલા તમામ જરૂરી ડેટાના ઍક્સેસ સાથે, નવી સાઇટને ધમધમતી કરવામાં નોંધપાત્ર સુધારો થાય છે. પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ સ્કેડ્યુલ્સ, એલાર્મ હેન્ડલિંગ અને પરફોર્મન્સ વિઝ્યુલાઇઝેશન સાથે ગ્રાહકો સમય અને પ્રયાસ બચાવે છે. ન્યુ એનર્જીમાં આરઆઇએલના અન્ય રોકાણો સાથે સેન્સહોક એકદમ સુસંગત હશે અને ગ્રાહકોને ઉચ્ચ મૂલ્ય સાથે અનન્ય ઉકેલો પૂરા પાડશે.
આ સોદા વિશે બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ, જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ પરિવારમાં સેન્સહોક અને તેની ડાયનેમિક ટીમનું સ્વાગત કરીએ છીએ. રિલાયન્સ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે અને 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઊર્જા સક્ષમ કરવાનું વિઝન ધરાવે છે.
સેન્સહોક સાથે સહયોગમાં અમે સૌર પ્રોજેક્ટ્સ માટે સૌથી નીચો LCoE પહોંચાડવા માટે ખર્ચમાં ઘટાડો કરીશું, ઉત્પાદકતામાં વધારો કરીશું અને સમયસર કામગીરીમાં સુધારો કરીશું અને વૈશ્વિક સ્તરે સૌર ઊર્જાને મુખ્ય ઊર્જાસ્ત્રોત બનાવવાના અમારા વિઝન સાથે સમન્વય સાધીશું. તે ખૂબ જ આકર્ષક ટેક્નોલોજી પ્લેટફોર્મ છે અને મને વિશ્વાસ છે કે, આરઆઇએલના સહયોગથી સેન્સહોક અનેકગણો વિકાસ કરશે.”
આ અંગે ટિપ્પણી કરતા, સેન્સહોકના સીઈઓ અને સહ-સ્થાપક શ્રી સ્વરૂપ માવનૂરએ જણાવ્યું હતું કે, “રાહુલ સાંખે, કાર્તિક મેકાલા, સાઈદીપ તલારી, વિરલ પટેલ અને મેં સૌર જીવનચક્રની તમામ પ્રક્રિયાઓને પ્રભાવિત કરવાના વિઝન સાથે આ સહયોગ કર્યો હતો.
રિલાયન્સે આ રોકાણ દ્વારા અમારામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી અમે ખુશ છીએ. સેન્સહોકની ટીમ સૌથી મોટા વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનોમાંના એક તરીકે રિલાયન્સ સાથે કામ કરવાના વ્યૂહાત્મક મૂલ્ય માટે પ્રતિબદ્ધ છે અને અને અમારી વૃદ્ધિના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યા છે.”
તેમાં ઉમેરો કરતાં સેન્સહોકના પ્રમુખ અને સહ-સ્થાપક શ્રી રાહુલ સાંખેએ જણાવ્યું હતું કે, “હું સ્વરૂપની લાગણીઓને માન આપું છું અને માનું છું કે આ ભાગીદારી નવા સાહસોના દ્વાર ખોલશે, અમારા નવા માર્કેટને મદદ કરશે અને સમગ્ર સોલર લાઇફસાઇકલમાં ગ્રાહકોને ઉચ્ચ મૂલ્ય પ્રદાન કરશે. અમે સૌર ઊર્જા ઇકોસિસ્ટમને સુધારવાના મિશન પર છીએ, 2025 સુધીમાં બજારનો 50% હિસ્સો મેળવીશું અને અમારા ભાગીદાર તરીકે રિલાયન્સ સાથે અમે તે લક્ષ્ય તરફની અમારી સફરને વેગવંતી બનાવીશું.” આ સોદો કેટલાક નિયમનકારી અને અન્ય કસ્ટમરી ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન છે અને 2022ના અંત પહેલા પૂર્ણ થવાની અપેક્ષા છે.
કોવિંગ્ટન એન્ડ બર્લિંગ એલએલપી અને ખેતાન એન્ડ કંપનીએ કાનૂની સલાહકાર તરીકે અને ડેલોઇટે આ સોદા માટે આરઆઇએલના એકાઉન્ટિંગ અને ટેક્સ સલાહકાર તરીકે કામ કર્યું હતું.