રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણી મોટી જાહેરાત કરી શકે
મુંબઈ, દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સોમવારે તેની એન્યુઅલ જનરલ મિટિંગ યોજશે જેમાં ફાઈવ જી સર્વિસ અંગે મોટી જાહેરાત થવાની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે સોમવારથી જ રિલાયન્સ જિયો કદાચ ફાઈવ જી સર્વિસ લોન્ચ ફાઈવ જી લોન્ચ કરશે અને તેની સાથે ૫ય્ જિયો ફોન પણ બજારમાં મુકી શકે છે.
રિલાયન્સે દેશમાં ફોરજી સર્વિસ શરૂ કરી તેની સાથે ટેલિકોમ સેક્ટરમાં એક મોટી ક્રાંતિ આવી હતી અને હવે આ ક્રાંતિનો બીજાે તબક્કો શરૂ થશે તેમ માનવામાં આવે છે. સોમવારે રિલાયન્સની એજીએમ દરમિયાન મુકેશ અંબાણી પ્લેટફોર્મ પર આવશે ત્યારે તેઓ ભવિષ્ય માટે કઈ યોજના જાહેર કરે છે તેના પર બજારની નજર હશે. તેઓ રિન્યુએબલ એનર્જી બિઝનેસ માટે પણ પોતાનો પ્લાન જાહેર કરી શકે છે.
આ ઉપરાંત બીજા કેટલાક પરિબળો પણ છે જે આગામી અઠવાડિયામાં શેરબજારની દિશા નક્કી કરશે. આગામી અઠવાડિયે ઓગસ્ટ મહિનો પૂરો થશે અને ઓટો સેલ્સના આંકડા જાહેર થશે. જુલાઈ મહિનામાં ઓટો સેલ્સમાં સાધારણ વધારો થયો હતો.
ઓટો સેલ્સના આંકડા પરથી મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો જેવી કંપનીઓના શેરની દિશા નક્કી થશે. ગયા અઠવાડિયે ડોમેસ્ટિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડો થયો હતો, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ બે ટકા વધીને બંધ આવ્યા હતા. યુએસ ફેડના હોકિશ વલણના કારણે રોકાણકારો નફો બુક કરવા માટે પ્રેરાશે તેમ લાગે છે. ગયા અઠવાડિયે આઇટી સેક્ટરે સૌથી ખરાબ દેખાવ કર્યો હતો, ત્યાર પછી ફાર્માનો દેખાવ નબળો હતો. જાેકે, સરકારી બેન્કો, મીડિયા અને એનર્જી સેક્ટરના શેરો વધ્યા હતા.
આગામી અઠવાડિયે ભારતના જૂન મહિનાના જીડીપીના આંકડા જાહેર થશે. નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર ૧૫.૧ ટકાના દરે ગ્રોથ કરે તેવી શક્યતા છે. ભારતમાં હવે એફઆઈઆઈએ ફરીથી ખરીદી શરૂ કરી છે.
ગયા અઠવાડિયામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફાઈનાન્શિયલ, કેપિટલ ગૂડ્સ, એફએમસીજી અને ટેલિકોમ સેક્ટરના શેરો ખરીદ્યા હતા. ડોલરની મજબૂતી વચ્ચે એફઆઈઆઈની ખરીદી વધી છે તે દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં તેઓ ભરોસો ધરાવે છે.
આગામી અઠવાડિયે અમેરિકામાં જાેબલેસ ક્લેમનો ડેટા જાહેર થશે જેના પર વિશ્વભરના બજારોની નજર હશે. જાેબલેસ ક્લેમ અને ફુગાવાના આધારે અમેરિકન સરકાર તેની વ્યાજદરની નીતિ નક્કી કરશે. આગામી અઠવાડિયે નિફ્ટી માટે ૧૭૪૦૦ની સપાટી બ્રેક લેવલ તરીકે કામ કરી શકે છે. બજારમાં અપસાઈડ મર્યાદિત રહી શકે છે.