રિલાયન્સ રિટેલે અમદાવાદમાં શરૂ કરી ‘મિલ્ક બાસ્કેટ’ની સર્વિસ
રિલાયન્સ રિટેલના ‘મિલ્ક બાસ્કેટ’ની સર્વિસનો અમદાવાદમાં પ્રારંભ-સુરત, વડોદરા, રાજકોટ, જામનગરમાં ટૂંક સમયમાં આ સેવા શરૂ કરવામાં આવશે
રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા સંચાલિત ઈ-કોમર્સ એપ્લિકેશન અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ માટે ભારતની પ્રથમ અને સૌથી મોટી માઇક્રો-ડિલિવરી સર્વિસ મિલ્કબાસ્કેટનો ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને અન્ય કેટલાક શહેરોમાં ટૂંક સમયમાં મિલ્કબાસ્કેટની સર્વિસ મળતી થઈ જશે.
મિલ્કબાસ્કેટ ગ્રોસરી શોપિંગ મોબાઇલ એપ્લિકેશને અમદાવાદમાં 20 પિન કોડ વિસ્તારોમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે, તેમાં નવરંગપુરા, બોપલ, સાઉથ બોપલ, વાસણા, વસ્ત્રાપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં અન્ય 18 પિન કોડ હેઠળ આવતાં વિસ્તારોમાં ડિલિવરી આગામી અઠવાડિયાઓમાં શરૂ થશે,
જેમાં થલતેજ, મકરબા, ન્યુ રાણીપ, મણિનગર, ચાંદખેડા, નિકોલ અને લાંભા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિલ્કબાસ્કેટ એક મહિનામાં ગાંધીનગર સહિત અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લેવાની યોજના ધરાવે છે.
મિલ્કબાસ્કેટ એપ હાલમાં અમદાવાદમાં તેના નવા ગ્રાહકો માટે MILK15નો આકર્ષક પ્રારંભિક ઓફર કોડ લાવ્યું છે. એકવાર વપરાશકર્તા મિલ્કબાસ્કેટ પર MILK15 કોડ સાથે સાઇન અપ કરે તો તેને 15 દિવસ માટે તાજા દૂધના ઓર્ડર પર 100% કેશબેક મળશે. આ કોડ વડે વપરાશકર્તા મહત્તમ કેશબેક રૂ. 500 મેળવી શકે છે. આ કેશબેક પ્રથમ ટોપ-અપના 16માં દિવસે તમારા મિલ્કબાસ્કેટ વોલેટમાં જમા થાય છે. એપને પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર અથવા અધિકૃત મિલ્કબાસ્કેટ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
ભારતીય ઘરોમાં રોજિંદી સામાન્ય જરૂરિયાત એટલે કે તાજા દૂધની વહેલી સવારે ડિલિવરી માટે શરૂ કરાયેલી સેવા મિલ્કબાસ્કેટ આજે તાજા ફળો અને શાકભાજી સહિતની 13થી વધુ શ્રેણીઓમાં 6000થી વધુ ઉત્પાદનોની સૂચિ દ્વારા દરેક પ્રકારની કરિયાણાની જરૂરિયાતોને પણ પૂરી કરે છે.
આ ક્ષેત્રમાં એક અગ્રણી અને સંશોધક મિલ્કબાસ્કેટે ફ્લેક્સી-ઓર્ડરિંગ અને કોન્ટેક્ટલેસ ડિલિવરીની વિભાવનાઓ બજારમાં રજૂ કરી છે – આ બંને વિભાવનાઓ વિશ્વમાં સર્વપ્રથમ છે – તે મુજબ વપરાશકર્તાઓ તેમના ઓર્ડરમાં મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી ઉમેરો કરી શકે અથવા ઓર્ડર બદલી પણ શકે છે
અને સવારે 7 વાગ્યા સુધીમાં તેમનો ઓર્ડર તેમના ઘરે આસાનીથી પહોંચી જાય છે. સમયસર ડિલિવરી બ્રાન્ડની મુખ્ય ખાસિયત બની ગઈ છે અને સપ્લાય ચેઇન તથા ટેક્નોલોજિકલ શ્રેષ્ઠતાની બાબતમાં આ ક્ષેત્રના ઉદ્યોગ-અગ્રણીઓમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલી બનાવવાથી આ શક્ય બન્યું છે.
મિલ્કબાસ્કેટ હાલમાં દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ચેન્નાઈ, બેંગ્લોર, નવી મુંબઈ, જલંધર, મોહાલી, હૈદરાબાદ અને મૈસૂર સહિત સમગ્ર ભારતમાં 20થી વધુ શહેરોમાં સેવા આપે છે; અને અન્ય મુખ્ય ટિયર વન અને ટિયર ટુ શહેરોમાં તેની સેવાઓ શરૂ કરવાની પ્રક્રિયામાં છે. તે આગામી વર્ષમાં ભારતના ટોચના 200 શહેરોમાં તેની હાજરીને વિસ્તારવાની યોજના પણ ધરાવે છે.