સફળ ફિલ્મોની હેટ્રીક આપનારી હીરોઈને સલમાન ખાનને આપી રાહત

મુંબઈ, બાક્સ ઓફિસ પર એક જ દિવસમાં ધમાકો કરનારી ફિલ્મ છાવાની હીરોઈન રશ્મિકા મંદાના તેની સફળ હિન્દી ફિલ્મોની હેટ્રિક એન્જોય કરી રહી છે.
એનિમલ ફિલ્મથી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી. એનિમલ ત્યારબાદ પુષ્પા અને હવે છાવા એમ ત્રણ સતત હીટ ફિલ્મોનો તે ભાગ રહી છે. જોકે પુષ્પાની સફળતા એન્જોય કરવાનું રશ્મિકા માટે શક્ય બન્યું નહીં. જીમમાં કસરત કરતી વખતે તેનું એક્સિડેન્ટ થયું અને તેને પગમાં ઘણો માર વાગ્યો હતો.
આમ થવાથી સલમાન ખાનને સૌથી વધારે નુકસાન થયું કારણ કે તેની ફિલ્મ સિકંદરનું શૂટિંગ અટકી ગયું. એક તો બિશ્નોઈ ગેંગની ધમકીઓને લીધે તેણે અમુક દિવસનું શૂટિંગ રદ કર્યું હતું.
રશ્મિકાની હાલત એવી હતી કે તે શૂટ કરી શકે તેમ જ ન હતી આથી સિકંદરનું ટ્રેલર સમયસર રિલિઝ થશે કે નહીં તેની ચિંતા નિર્માતા અને સલમાનને હતી.છાવાના ટ્રેલર લાંચ વખતે રશ્મિકા હૈદરાબાદથી વ્હીલચેરમાં આવી હતી અને તે જે રીતે લંગડાતી હતી તે જોતા સમજી શકાય તેમ હતું કે તેની હાલત કેટલી ખરાબ છે.જોકે હવે રશ્મિકા સેટ પર આવી ગઈ છે. તેણે પોતે જ ઈન્સ્ટાગ્રામ પર અપડેટ કર્યું છે.
તેના સેટ પર પાછા આવવાથી સલમાનથી માંડી બધાએ રાહત અનુભવી છે. સલમાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રિલિઝ કરતો હોય છે. તે પહેલા યોગ્ય સમયે તેનું ટ્રેલર લાંચ થાય તે માટે સૌ કોઈ કામે લાગી ગયા છે.SS1MS