ચાલુ વર્ષમાં બીજે મેડિકલ કૉલેજના ૫ રેસિડેન્ટ ડૉક્ટરોએ જીવન ટૂંકાવ્યું
અમદાવાદ, MD (મેડિસિન)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૬ વર્ષના કપિલ પરમાર નામના મેડિકલનો વિદ્યાર્થી હોસ્ટેલમાંથી બેભાન હાલતમાં મળ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. કપિલે માનસિક તાણના કારણે આપઘાત કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શાહીબાગ પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે.
કપિલ બીજે મેડિકલનો પાંચમો વિદ્યાર્થી કે જેણે ચાલુ વર્ષમાં આપઘાત કર્યો હોય. બીજે મેડિકલ કૉલેજ અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી છે.
કપિલના સાથી વિદ્યાર્થીએ તેને હોસ્ટેલના રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો જાેયા બાદ તાત્કાલિક તેને ટ્રોમાં સેન્ટરમાં ખસેડ્યો છે. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
ડૉ. મીનાક્ષી પરીખ સાઈકોલોજી ડિપાર્ટમેન્ટ અને BJMCના હેડ છે તેઓ જણાવે છે કે, “આ પ્રકારના આપઘાતના કેસો આંચકાજનક હોય છે, કપિલ પરમારને પણ સાઈકોલોજીકલ પ્રોબલેમ્બ હતા અને તેમને બેથી ત્રણ વખત સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીના આપઘાત પાછળ કેટલાક કારણો જવાબદાર હોઈ શકે છે.
ડૉ. મીનાક્ષી પરીખ વધુમાં જણાવે છે કે, MBBSના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે સખત મહેનત કરતા હોય છે, આ સિવાય ઈન્ટર્નશિપ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની તૈયારીઓમાં પણ તેમણે મહેનત કરવી પડતી હોય છે. તેઓ કહે છે કે, આ તૈયારીઓ દરમિયાન તેમના માતા-પિતા તરફથી પૂરતો સાથ મળે તે જરુરી હોય છે. જ્યારે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ટમાં એડમિશન મેળવે પછી ભારે કામને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવતા હોય છે અને જેના કારણે તેઓ તાણમાં આવી જતા હોય છે.
આ વિશે વધુ વાત કરતા ડૉ. મીનાક્ષી પરીખ જણાવે છે કે, ત્રીજું પરિબળ એ છે કે, જેમાં તેમના અંગત પ્રશ્નોનો સમાવેશ થતો હોય છે જેમાં પ્રેમ સંબંધ અને પરિવારની સમસ્યાઓ પણ હોઈ શકે છે.” તેમણે કહ્યું કે, “પાછલા બે વર્ષમાં મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા વધ્યા છે જે ચિંતાનનું કારણ છે.
NHL મ્યુનિસિપલ મેડિકલ કૉલેજના ડીન ચેરી શાહ જણાવે છે કે નવી પેઢી વધારે સંવેદનશીલ હોય છે, માટે તેમને સાઈકોલોજીકલ સમસ્યા વધુ અસર કરતી હોય છે. ડૉ. ચેરી શાહ કહે છે કે, “તેઓ ઘણી વખત મોટી સમસ્યાઓની પચાવી શકતા નથી અથવા ભારે કામની સામે થાકી જતા હોય છે અને તાણ અનુભવવા લાગે છે.
તેમણે પોતાના રેસિડેન્ટ વર્ક અને અભ્યાસ વચ્ચે બેલેન્સ બનાવવું જાેઈએ.” તેમણે ઉમેર્યું કે, “વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ કોઈની સાથે શેર કરતા નથી, તેઓ પોતાની મેળે જ પોતાની સમસ્યાઓનું સમાધાન શોધતા હોય છે, તેઓ પોતાની સમસ્યા અંગે પરિવાર અને મિત્રો સાથે પણ વાત કરતા નથી કે તેમની સાથે મળીને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરતા નથી. કોઈ નજીકની વ્યક્તિ સાથે સમસ્યા અંગે વાત કરીને સમાધાન શોધવું જાેઈએ.SS1MS