Western Times News

Gujarati News

પ્રતાપગઢીને રાહત, ભડકાઉ વીડિયો કેસમાં કાર્યવાહી સામે સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી, ભડકાઉ ગીતનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીને રાહત આપીને તેમની સામેની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો. પ્રતાપગઢીની અપીલ પર સુનાવણી કરતાં સર્વાેચ્ચ અદાલતે ગુજરાત સરકાર અને ફરિયાદી કિશનભાઈ દીપકભાઈ નંદાને નોટિસ પાઠવી હતી.

આ કેસની વધુ સુનાવણી ૧૦ ફેબ્›આરીએ નિર્ધારિત કરીને જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભૂયણની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે નોટિસ જારી કરો. એફઆઈઆરના અનુસંધાનમાં કોઈ પગલાં લેવામાં આવશે નહીં. પ્રતાપગઢી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે ગુજરાત હાઈકોર્ટે નોટિસ જારી કર્યા વિના અરજી ફગાવી દીધી હતી.

કોંગ્રેસના નેતાએ ગુજરાત હાઈકોર્ટના ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યાે હતો. ગુજરાત હાઇકોર્ટે એફઆઈઆરને રદ કરવાની તેમની અરજી ફગાવી દઇને જણાવ્યું હતું કે તપાસ ખૂબ જ પ્રારંભિક તબક્કે છે. જામનગરમાં ૩ જાન્યુઆરીએ મુસ્લિમોના એક સમૂહ લગ્ન સમારોહ હાજરી આપ્યા પછી તેમણે ૪૬ સેકન્ડનો કથિત ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કર્યા હતો અને તેમની સામે કેસ દાખલ કરાયો હતો.

એફઆઈઆરને રદ કરવાની અરજીમાં કોંગ્રેસ નેતાએ દાવો કર્યાે કે પૃષ્ઠભૂમિમાં જે કવિતાનું પઠન કરવામાં આવ્યું છે તેમાં પ્રેમ અને અહિંસાનો સંદેશ છે.એફઆઈઆરનો ઉપયોગ તેમને હેરાન કરવાના સાધન તરીકે કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.