“ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદ્દગુણોનો વિકાસ અને પ્રાગટ્ય” – સ્વામી સચ્ચિદાનંદ !!
“અદાલતોનો “ન્યાયધર્મ” શ્રીમદ્દ ભગવત ગીતાનો “કર્તવ્ય ધર્મ” તથા વિદ્વાન સંતો અને મહાન નેતાઓના “ધર્મ” ની વ્યાખ્યામાં સામ્યતા છે તો આજે “સાંપ્રદાયિક ધર્માે” વચ્ચે વૈચારિક લડાઈ કેમ ?! શું ધર્માે અનેક છે પણ શ્રી ભગવાન એક જ છે”!!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! સુપ્રિમ કોર્ટના અનેક ન્યાયાધીશોના મંતવ્ય જાેતાં એવું લાગે છે કે, “ન્યાય ધર્મ એ ધર્મ છે”!! ન્યાયતંત્રનો ધર્મ એ છે કે, “ભલે ૧૦૦ ગુન્હેગારો છટકી જાય પણ એક નિર્દાેષને સજા ન થવી જાેઈએ”!! કોઈ જગ્યાએ પ્રર્વતતો અન્યાય, ભ્રષ્ટાચાર,
અનૈતિકતા, ગુન્હાખોરી, હિંસા એ અદાલતના ન્યાયાધીશોના મંતવ્ય અનુસાર “અધર્મ” છે ખુદ ભારતની સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, “માનવીને મળેલા મૂળભૂત અધિકારો એ માનવીને જન્મતાની સાથે મળેલા છે એનું રક્ષણ કરવું એ અદાલતનો ધર્મ છે”!! આ પાયાના વિચાર પર ન્યાયમંદિર “ન્યાયધર્મ” ની રખેવાળી થાય છે એ પણ એક “ધર્મ” છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે કે, “ધર્મ એટલે વ્ય ક્તની અંદર રહેલા સદ્દગુણોને વિકસીત કરી પ્રગટ કરવાની પ્રક્રીયા એ ‘ધર્મ’ અટલે જીવન – સાધના”!! જયારે મહાન અમેરિકન વૈજ્ઞાનિક થોમસ એડિસને કહ્યું છે કે, “હું ધર્મશાસ્ત્રીઓના ઈશ્વરને માનતો નથી, હા એક સર્વાેચ્ચ સત્તા જરૂર છે અને તેમાં મને કોઈ શંકા નથી”!!
સમગ્ર વિશ્વમાં અનેક માનવસર્જીત સાંપ્રદાયિક ધર્માે છે !! કેટલાક ધર્માે આદિકાળથી માન્યતામાં છે તો કેટલાક ધર્માેની માન્યતા અને સિધ્ધાંતો જુદા છે ત્યારે પરમેશ્વરના અ સ્તત્વમાં શ્રધ્ધા ધરાવતા હોવા છતાં “સાંપ્રદાયિક ધર્માે” માં નહીં માનનારા અનેક પ્રતિભાશાળી બુ ધ્ધજીવીઓ પણ છે !! ત્યારે ધર્મ એટલે શું ?!
શ્રધ્ધાપૂર્વક ધાર્મિક માન્યતાને વળગી રહેવાથી શ્રી ભગવાન મળે છે ?!! તમામ ધર્માેનો અનાદર કરીને પોતાની માન્યતા મુજબના ધર્મની ઉપાસના કરવાથી ભગવાન મળે છે કે પછી શ્રીમદ ભગવતગીતામાં “ઉત્તરદાયિત્વ – કર્તવ્ય અને ધર્મ” ની વ્યાખ્યા સાથે જાેડેલ છે એવા માનવીય કર્તવ્યોનું પાલન કરવું એ જ ભગવાનની ઉપાસના છે ?!
ધર્મ અંગે શ્રીમદ ભગવત ગીતામાં શ્રી ક્રૃષ્ણનો સંદેશો સરળ છે જેને વિશ્વવિખ્યાત નેતાઓએ તેનો સ્વીકાર કર્યાે છે !!
“મહાભારત”ના “ધર્મયુદ્ધ” વખતે “ધર્મ”ની પરિભાષા અને “ધર્મ” ની મહાન વ્યાખ્યા કરતા શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે એ જ માનવજીવનની સાચી ફીલોસોફી છે !! તેમાંથી વિશ્વ વિખ્યાત નેતાઓએ પણ બોધપાઠ લીધો છે !!
અને ધર્મને કર્તવ્યના રૂપમાં સમજવા પ્રયત્નો કર્યા છે !! જયારે મહાભારતના ધર્મયુદ્ધ વખતે શ્રી અર્જુન “અધર્મનું આચરણ કરનારા કે અધર્મ આચરણ દરમ્યાન મૌન રહેનારા સામે લડવાની ના પાડે છે”!! ત્યારે તેમાંથી શ્રીમદ ભગવત ગીતાનું સર્જન થયું છે !! દ્રોપદીના વસ્ત્રાહરણ સમયે એક નારી પરના અત્યાચાર સમયે ભિષ્મપિતામઃ,
ગુરૂ દ્રોણાચાર્ય જેવા જ્ઞાનિઓ પણ ચુપ રહ્યાં હતાં પોતાનું કર્તવ્ય ભુલ્યા હતાં તો પણ શ્રી ભગવાનની નજરમાં એ દોષિત હતાં ?! તો વસ્ત્રાહરણમાં ભાગ લેનારાઓ સગા ભાઈઓને પણ શ્રી ભગવાને દોષિત માનીને આ ધરતીને પાપમુકત કરવાની વાત કરી હતી !! એટલે શ્રીમદ ભગવત ગીતાની “ધર્મ” વિષેની સરળ વ્યાખ્યા છે “માનવીય કર્તવ્ય” તો હવે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે “કર્તવ્ય ધર્મ” થી મોટી પરમેશ્વરશ્રીની પ્રાર્થના કઈ હોઈ શકે ?!!
મહાન વૈજ્ઞાનિકો, મહાન સંતો અને મહાન નેતાઓ “ધર્મ” વિષે શું કહે છે ?!!
મહાન બ્રિટીશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ કહે છે કે, “જાે બ્રહ્માંડ સર્જાયું હોય તો તેનો સર્જક પણ કયાંક હશે !! એવું આપણે માની શકીએ પણ બ્રહ્માંડ જાે ખરેખર સ્વયંભૂ પ્રગટ થયું હોય, એનો ન આદિ હોય ન અંત તો એનો સર્જક કયાંક બેસીને એ બનાવે ?”!!
મહાન ભારતીય વિજ્ઞાનીક શ્રીનિવાસ રામાનુજ કહે છે કે, “ઈશ્વરને વ્યક્ત કરતું ન હોય તેવું સૂત્ર મારા માટે કશાં કામનું નથી”!! બ્રિટીશ મહાન વૈજ્ઞાનિક રીચાર્ડ ડોકીન્સને કહ્યું છે કે, “ચકાસ્યા વગરની માન્યતાઓને સાંપ્રદાયિક વડાઓ અને સમયના સથવારે મજબુત કરીને તેને નકકર સત્યનું નામ આપવાની પ્રક્રીયા એટલે ધર્મ” !!
મહાન જર્મન અમેરિકન વૈજ્ઞાનિક કહે છે કે, “ધર્મ વિના વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ”!! અમેરિકન મહાન વૈજ્ઞાનિક અને અવકાશ યાત્ર કાર્લ સેગન કહે છે કે, “જાે ઈશ્વર આપણને કોઈ સંદેશો આપવા માંગતો હોત અને તે માટે પુરાણોમાં લખાયેલા વાકયો જ એક માત્ર માધ્યમ હોત તો ઈશ્વર આના કરતાં કાંઈક વધુ સારૂ વિચારી શકયો હોત”!!
મહાન સંતોએ ‘ધર્મ’ માટે શું કહ્યું છે જે આધ્યા ત્મકતા સાથે જાેડાયેલો છે !!
મહાન સંત સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે કે, “શ્રધ્ધા એટલે અંધવિશ્વાસ નહીં કોઈ ગ્રંથમાં લખેલું હોય અથવા તે મનુષ્યએ કહેલું હોય તેને પોતાના અનુભવ વિના સત્ય માનવું તે શ્રધ્ધા નથી”!! સ્વામી વિવેકાનંદે તો ત્યાં સુધી કહ્યું છે કે, “જે ઈશ્વર કે ધર્મ કોઈ વિધવાના આંસુઓ લુછી ન શકે કે કોઈ અનાથના મુખમાં રોટલાનો ટૂકડો મુકી ન શકે તેવા કોઈ ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી”!! સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે કે, “જે જ્ઞાનને આચરણમાં મુકે છે તે સાક્ષાત્કાર કરી શકે છે”!!
સંત કબીરે કહ્યું છે કે, “જે મનુષ્ય જ્ઞાન અને ધર્મની ખોટી મોટી, મોટી વાતો કરે છે, પણ હૃદયમાં જરા પણ દયાભાવ નથી રાખતો તે અવશ્ય નરકગામી થાય છે”!! બાઈબલે કહ્યું છે કે, “જાે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો”!! પાંડુરંગ શાસ્ત્રીએ તો અદ્દભુત કહ્યું છે કે, “માણસનું હૃદય જયાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં પરમાત્મા તેને મળશે નહીં”!! મહંમદ પયગમ્બરે કહ્યું છે કે, “જે બુરાઈને બદલે પણ ભલાઈ કરે છે દયા કરે છે એની સાથે ખુદા છે”!!
જયોર્જ હર્બરે સરસ કહ્યું છે કે, “જે બીજાને ક્ષમા કરતો નથી એ પોતાને જે પુલ પરથી પસાર થવાનું છે તેનો નાશ કરે છે”!! સોક્રેટીસે પણ સચોટ કહ્યું છે કે “આપણાં દરેક દુઃખોના પોટલાનો ઢગલો કરવામાં આવે અને તે પછી સરખા ભાગે વહેંચી લેવાનું હોય તો મોટા ભાગના લોકો પોતાનું જ પોટલું ઉપાડીને ચાલતા થઈ જાય”!!
મહાન સંતોના ઉપરોકત વિચાારો જાેતા તો એવું લાગે છે કે, “માનવતા, નૈતિકતા અને ન્યાય” એ ધર્મ છે !! તો પછી આજના સાંપ્રદાયિક ધર્માેમાં રહેણી કરણીમાં તફાવત કથિત રીતે જાેવા મળે છે તેને “ધર્મ” કઈ રીતે કહી શકાય ???!! આ મનોમંથનનો મુદ્દો નથી ???!
એક સમયના વિશ્વના વિખ્યાત મહાન નેતાઓએ “ધર્મ” માટે પોતાના જ્ઞાન અને સુજ મુજબ શું કહેતા હતાં ?!
અમરિકાના વિખ્યાત પ્રમુખ અબ્રાહમલિંકને “ધર્મ” ની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “હું સારૂ કાર્ય કરૂં ત્યારે મને સારૂ લાગે અને ખરાબ કૃત્ય કરૂં ત્યારે ખરાબ લાગણી અનુભવાય એ જ મારો ધર્મ” !!
જયારે ચાણકયે સરસ કહ્યું છે કે, “ઈશ્વર મૂર્તિઓમાં નથી વસતો તમારી સંવેદનાઓએ તમારો ઈશ્વર છે અને આત્મા એ તમારૂં મંદિર છે”!! જયારે અમેરિકાના બેન્જામીન ફ્રેન્કલીન કહે છે કે, “ધર્મ છતાં પણ માણસ આટલો પાંગળો છે તો વિચારો ધર્મ ન હોત તો તેનું શું થાત ?!” જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “વિશ્વના તમામ મહાન ધર્મના પાયામાં રહેલા સત્યને હું માનું છું”!! મહાત્મા ગાંધીએ એવું પણ કહ્યું છે કે, “ઈશ્વર તે ધર્મ હોતો નથી”!!
ફ્રાન્સના વિખ્યાત નેતા નેપોલીયન બોનાપાર્ટ કહે છે કે, “જાે મારે ધર્મની પસંદગી કરવાની થાય તો હું સૂર્યને પસંદ કરૂં છું જે સમસ્ત વિશ્વને જીવન આપે છે”!! આમ અનેક નેતાઓ પણ ધર્મ અને દુનિયાના સર્જક એવા શ્રી ભગવાનને અદ્દભૂત દ્રષ્ટિકોણથી જુએ છે !! ત્યારે ચાર્લ્સ કોલ્ટનના શબ્દો યાદ આવે છે !! ચાર્લ્સ કોલ્ટન કહે છે કે, “માનવ સ્વભાવ અત્યંત વિચિત્ર છે તે ધર્મ માટે ઝઘડા કરશે !! ધર્મ માટે લડશે !! ધર્મ માટે લખશે !! ધર્મ માટે કાંઈપણ કરવા તૈયાર થઈ જશે, માત્ર એના માટે જીવવા સિવાય”!!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.