Western Times News

Gujarati News

10 વર્ષમાં આ કંપનીએ વેચી 7.50 લાખ ગાડીઓ, નવી ઓફરઃ આજે ખરીદો અને 6 મહિના પછી EMI ચૂકવો

ગ્રાહકો રેનોનું નવું વાહન ખરીદી શકે છે અને 6 મહિના પછી EMIની ચુકવણી શરૂ કરી શકે છે.

રેનોએ ભારતમાં 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સંપૂર્ણપણે નવી કાઇગર RXT(O) અને ક્વિડ MY21 પ્રસ્તુત કરી

10મી વર્ષગાંઠની ઉજવણી અને તહેવારની આગામી સિઝનની ઉજવણી કરવા વિશેષ ઓફરો અને લૉયલ્ટી બેનિફિટની જાહેરાત કરી

અમદાવાદ,  રેનો ઇન્ડિયા ભારતમાં એની કામગીરીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રેનો કાઇગરનું નવું વેરિઅન્ટ RXT (O) અને ક્વિડ MY21 પ્રસ્તુત કર્યું હતું. RENAULT launches KIGER RXT(O) KWID MY21 in Ahmedabad Gujarat

રેનો કાઇગર RXT(O) એમટી અને એએમટી ટ્રાન્સમિશન્સ એમ બંનેમાં 1.0 લિટર એનર્જી એન્જિનમાં ઉપલબ્ધ થશે. RXT(O) વેરિઅન્ટ RXT(O) વેરિઅન્ટમાંથી ગ્રાહકની કેટલાંક મનપસંદ, પ્રીમિયમ ખાસિયતો મેળવશે, જેમ કે ટ્રાઈ-કોટા એલઈડી પ્યોર વર્ઝન હેડલેમ્પ્સ અને 40.64 સેમી ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ વધારે વાજબી કિંમતે ઉપલબ્ધ થશે.

નવું કાઇગર RXT(O)નું આઇકોનિક ત્રણ-એલઈડી ફ્રન્ટ લેડ, 40.64 સેમી ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ અને ચમકદાર રેડિયન્ટ રેડ ડ્યુઅલ કોર કલર  સાથે કારની આકર્ષક ડિઝાઇનમાં વધારો કરશે. કેબિનની અંદર હવાની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા RXT(O) પીએમ2.5 એડવાન્સ્ડ એટમોસ્ફેરિક ફિલ્ટર પણ ધરાવશે.

શ્રેષ્ઠ સ્માર્ટ કેબિન અનુભવ વધારે વાયરલેસ સ્માર્ટફોન રેપ્લિકેશન ફંક્શન RXT(O) વેરિઅન્ટ એક્ષ્ટેન્ટ ધરાવે છે, જે પેસેન્જર્સને 20.32 સેમી ડિસ્પ્લે લિન્ક ફ્લોટિંગ ટચસ્ક્રીન સાથે કનેક્ટ કરવા સક્ષમ બનાવશે.

રેનો ક્વિડ આકર્ષક, ઇનોવેટિવ અને વાજબી કિંમત ધરાવતું વાહન છે, જે રેનો ઇન્ડિયા માટે ખરાં અર્થમાં ગેમચેન્જર અને વોલ્યુમ ડ્રાઇવર છે. પથપ્રદર્શક પ્રોડક્ટ ઇનોવેશન્સ સાથે ક્વિડની અદમ્ય સફળતા પર નિર્મિત એની કટિબદ્ધતા જાળવીને સંપૂર્ણપણે નવી ક્વિડ MY21 ઓફરમાં એની વેલ્યુ ખાસિયત વધારશે તથા પ્રોડક્ટ અને બ્રાન્ડમાં ગ્રાહકનો વિશ્વાસ ધરાવશે.

રેનો ક્વિડ MY21 રેન્જ મેન્યુઅલ અને એએમટી એમ બંને વિકલ્પોમાં 0.8લિટર અને 1.0લિટર SCe પાવરટ્રેન ઓફર કરશે. રેનો ક્વિડ રેન્જ ભારતમાં સલામતીના નિયમનોનું પાલન કરશે અને હવે તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ ખાસિયત તરીકે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ સાથે સજ્જ હશે. આ નિયમનોના પાલનની સમયમર્યાદા અગાઉ સુવિધા આપવામાં આવી છે.

કારની આકર્ષકતા વધારવા નવી ક્વિડ MY21 ક્લાઇમ્બર એડિશન ઇલેક્ટ્રિક ઓઆરવીએમ અને ડે એન્ડ નાઇટ આઈઆરવીએમ જેવી નવી ખાસિયતો સહિત બ્લેક રુફ સાથે વ્હાઇટ કલરમાં ડ્યુઅલ ટોન એક્ષ્ટેરિયરમાં પણ ઉપલબ્ધ થશે. સલામતીની વિવિધ સક્રિય અને નિષ્ક્રિય ખાસિયતો ઉપરાંત આ ફ્રન્ટ ડ્રાઇવ સાઇડ પાયરોટેક અને પ્રિટેન્શનર પણ ધરાવે છે, જે વાહનની સલામતીમાં વધારો કરે છે.

રેનો કાઇગર RXT(O) વેરિઅન્ટ રૂ. 7.37 લાખ (એક્સ-શોરૂમ અમદાવાદ)માં લોંચ થયું છે, તો નવી ક્વિડ MY 21ની રેન્જની કિંમત રૂ. 4.06 લાખ (એક્સ-શોરૂમ અમદાવાદ)થી શરૂ થાય છે.

આ ઉજવણીના ભાગરૂપે રેનોએ સપ્ટેમ્બર, 2021ના મહિનામાં ગ્રાહકો માટે એના ઉત્પાદનની રેન્જમાં પસંદગીના વેરિઅન્ટ પર રૂ. 80,000 સુધીના મહત્તમ ફાયદાની સ્પેશ્યલ ઓફરની જાહેરાત કરી છે. જ્યારે તમે આ સમયગાળા દરમિયાન રેનોનું નવુ વાહન ખરીદશો, ત્યારે આ ઓફરનો લાભ લઈ શકશો.

ઉપરોક્ત ઉપરાંત રેનોએ 10 વર્ષની ઉજવણી કરવા રૂ. 110,000 સુધીના મહત્તમ લૉયલ્ટી બેનિફિટ સાથે 10 વિશિષ્ટ લૉયલ્ટી બેનિફિટ પણ આપે છે, જે નિયમિત કન્ઝ્યુમર ઓફર ઉપરાંત છે.

રોકડ ઓફર અને લૉયલ્ટી બોનસ સ્વરૂપે જાહેર થયેલી ઓફર ઉપરાંત કંપનીએ રેનો ક્વિડ, ટ્રાઇબર અને કાઇગરની ખરીદી પર બાય નાઉ, પે ઇન 2022ની જાહેરાત પણ કરી છે, જેમાં ગ્રાહકો રેનોનું નવું વાહન ખરીદી શકે છે અને 6 મહિના પછી ઈએમઆઈની ચુકવણી શરૂ કરી શકે છે.

ભારતમાં એક દાયકાની કામગીરીમાં રેનોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં ભારતમાં અદ્યતન સુવિધા, આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી સેન્ટર, લોજિસ્ટિક્સ અને ડિઝાઇન સે ન્ટર સામેલ છે. પોતાની વિશિષ્ટ પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને ગ્રાહક માટે પથપ્રદર્શક સંતોષકારક પહેલો દ્વારા આ મજબૂત પાયાને બળે રેનોએ આ સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે અને ભારતમાં 7,50,000થી વધારે ગ્રાહકો રેનોની વિવિધ કાર ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.