Western Times News

Gujarati News

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું ઐતિહાસિક 10મું સંસ્કરણ પૂરું કર્યું

  • રીન્યુનાગિફ્ટ વાર્મથઅભિયાને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 10 લાખ ધાબળાનું વિતરણ કર્યું અને દેશભરમાં વંચિત સમુદાયોને મદદ કરી
  • શિયાળામાં 10મા સંસ્કરણમાં લગભગ 200,000 ધાબળા પૂરા પાડવામાં આવ્યા હતા, જેનાથી સામાજિક પ્રભાવ પ્રત્યે રિન્યુની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી

નવી દિલ્હી, ભારત, 29 જાન્યુઆરી, 2025: રિન્યુ એનર્જી ગ્લોબલ પીએલસી (નાસ્ડેક: RNW, RNWWW), એક અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની એ તેના વાર્ષિક ‘ગિફ્ટ વાર્મથ’ અભિયાનના 10મા સંસ્કરણનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે. એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ રીન્યુએ 2015માં પહેલની શરૂઆત બાદથી દસ લાખ ધાબળા વિતરણ કરવાના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધો છે, જેમાં અંતિમ બેચ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં વિતરિત કરાયા.

આ વર્ષે રિન્યુ એ રાજસ્થાન, ઉત્તરાખંડ, NCR, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત સહિત મુખ્ય પ્રદેશોમાં લગભગ 200,000 ધાબળાનું વિતરણ કર્યું. 23 જાન્યુઆરીના રોજ કુંભ મેળામાં ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ, નિકાસ પ્રમોશન, NRI અને રોકાણ પ્રમોશન મંત્રી શ્રી નંદ ગોપાલ ગુપ્તાના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી કરીને કુલ ધાબળાનો આંકડો નોંધપાત્ર રીતે દસ લાખ સુધી પહોંચી ગયો.

આ સીમાચિહ્નરૂપ કડકડતી ઠંડીમાં વંચિત સમુદાયોને મદદ કરવા માટે રિન્યુની અડગ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ વર્ષે, રિન્યુ દ્વારા ગુજરાતના કચ્છ, અમદાવાદ, ભાવનગર, દ્વારકા, પાટણ અને સુરેન્દ્રનગરમાં 16000થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ વર્ષના ધાબળા વિતરણ અભિયાનમાં નેતાઓની હાજરી જોવા મળી, જેમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રૂદ્રપ્રયાગમાં;  છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા, રાયપુરમાં; મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી શ્રી ઇન્દર સિંહ પરમાર, ઉજ્જૈન અને રતલામમાં; અને ઓરિસ્સાના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી ગણેશ રામ સિંહ ખુંટિયા, મયુરભંજમાં સામેલ થયા.  તેમની ભાગીદારીએ કડકડતા શિયાળાના મહિનાઓ દરમિયાન વંચિત સમુદાયોને ટેકો આપવા માટે સહયોગી ભાવના અને સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

જળવાયુ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરતા રિન્યુ એ શીત લહેરોથી સૌથી વધુ પ્રભાવિત વ્યક્તિઓ અને સમુદાયોની અસરકારક ઓળખ અને સમર્થન સુનિશ્ચિત કર્યું છે, અને આશ્રયસ્થાનો અને દૂરના વિસ્તારો સુધી તેની પહોંચ વિસ્તારી છે. ફક્ત આ વર્ષે જ, ધાબળા વિતરણ અભિયાન જિલ્લા, તાલુકા અને ગામ સ્તરે પહોંચી ગયું, જેનાથી અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.

રીન્યુના સહ-સંસ્થાપક અને સસ્ટેનેબિલિટીના અધ્યક્ષા સુશ્રી વૈશાલી નિગમ સિંહાએ આ નોંધપાત્ર સફર પર પ્રતિબિંબ પાડતા કહ્યું: “ગિફ્ટ વાર્મથ રીન્યુના અર્થપૂર્ણ સામાજિક પ્રભાવ બનાવવાના મિશનને રજૂ કરે છે. દસ લાખ ધાબળા વિતરણની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી એ રિન્યુ પરિવારના સમર્પણ અને સ્થાનિક સમુદાયોની સાથે સહયોગની અતૂટ ભાવનાનો પુરાવો છે. આ પહેલ કરુણા અને સંભાળની ચળવળમાં કેવી રીતે વિકસિત થઈ છે તે જોવું પ્રેરણાદાયક છે અને અમે ભવિષ્યમાં આવા અસરકારક પ્રયાસોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”

રીન્યુનું ‘ગિફ્ટ વાર્મથ’ અભિયાન નાના પાયાના વ્યવસાયો પાસેથી ધાબળા મેળવે છે, જે સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવાની સાથો સાથ શિયાળામાં મહત્ત્વપૂર્ણ રહાત આપવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. ઠંડીથી સંબંધિત મુશ્કેલીઓને રોકવા માટેના એક સામાન્ય પ્રયાસ તરીકે શરૂ થયેલી પહેલ રીન્યુના સમુદાયિક જોડાણના પ્રયાસોમાં એક ઐતિહાસિક પહેલ બની ગઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.