જાણીતા સાહિત્યકાર ધીરૂબેન પટેલનું ૯૭ વર્ષની વયે નિધન
અમદાવાદ, ગુજરાતના જાણીતા સાહિત્યકાર નવલકથાકાર ધીરુબેન પટેલનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાતના મુળ વડોદરામા જન્મેલા ધીરુબેન પટેલનું આજે સવારે અવસાન થયાના સમાચાર આવ્યા છે. તેમનું સાહિત્યક્ષેત્રે મોટું યોગદાન રહ્યુ છે. ગુજરાતી ભાષામાં તેમણે વાર્તાઓ, નવલકથાઓ, લઘુનવલકથા, હાસ્યકથાઓ,બાળ સાહિત્ય, ટુંકીવાર્તાઓ, કાવ્ય સગ્રહમાં તેમનુ વિશેષ સર્જન રહ્યુ છે. આ ઉપરાંત ભવની ભવાઈ ફિલ્મનું તેમણે લખેલી છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.૧૯૯૬ માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર આપવામા આવ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
ધીરુબેન પટેલનું નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક તરીકે નોધપાત્ર કામગીરી રહી છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.
શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા થયું હતું. તેમજ ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મેળવ્યુ હતુ. વર્ષ ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યુ. અને ૧૯૪૭માં એમ.એ. પુર્ણ કર્યુ. તે બાદ ૧૯૪૯ થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે સેવા આપી. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિર્શ’ નું સંચાલન કર્યુ હતુ. ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. આ બાદ ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા. અને ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. SS2.PG