લાકડામાંથી બનેલી રામ મંદિરના મોડલની પ્રતિકૃતિઓનું દેશમાં થઈ રહ્યુ છે ધૂમ વેચાણ
મંદિરનું ‘આ નાનકડું મોડલ’ ચાર ઈંચ લાંબુ, બે ઈંચ પહોળું અને પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે અને તેની કીંમત પ્રતિ પીસ રૂપિયા ૧૦૦ છે. અયોધ્યાની દુકાનોમાં રામમંદિરના પોકેટ મંદિર મોડલની ડિમાન્ડ ખૂબ વધી છે.
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીનાં રોજ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા માટે ઉત્સાહપૂર્વક તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન રામમંદિરના મોડલની લાકડામાંથી બનેલી પ્રતિકૃતિઓની માંગ દેશના વિવિધ રાજ્યો, ઉપરાંત અમેરિકા અને ન્યુઝીલેન્ડમાં પણ થઈ રહી છે. આ પ્રતિકૃતિઓ રામજન્મભૂમિ સ્થળ પર બની રહેલા ભવ્ય મંદિરની ડિઝાઈન જેવી છે, જેના કારણે પ્રભુશ્રી રામમાં આસ્થા રાખનાર શ્રદ્ધાળુઓ રામમંદિરની પ્રતિકૃતિથી આકર્ષિત થઈ રહ્યા છે.
રામમંદિરના મોડલની પ્રતિકૃતિઓ પર ‘શ્રી રામમંદિર અયોધ્યા’ અને શ્રી રાન્મજન્મભૂમિ મંદિર અયોધ્યા’ હન્દીમાં લખેલું જોવા મળે છે. દુકાનદારોના કહેવા પ્રમાણે , આ મંદિરની પ્રતિકૃતિઓ ઉપરાંત, લોકેટ અને અન્ય કપડાંઓની વસ્તુઓ પણ અયોધ્યાની દુકાનમાં જોવા મળી રહી છે.
નવા વર્ષના આરંભ સાથે અયોધ્યાને અડીને આવેલા શહેર ફૈઝાબાદના સહાદતગંજ વિસ્તારમાં પ્રભુશ્રી રામનું નામ લખેલી વીંટીઓ, લોકેટ, ખેસ, ટોપી વગેરે સામાનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અવધ અદિત્ય કંપનીના માલિક આદિત્ય સિંહના કહેવા પ્રમાણે, તાજેતરમાં રામમંદિરના પ્રતીક સમાન લાકડામાંથી બનેલી રામમંદિરની પ્રતિકૃતિઓની માંગ અનેક ઘણી વધી છે. અમે સ્થાનિક બજારો અને અન્ય સ્થાનો પણ મંદિરની પ્રતિકૃતિઓ મોકલી રહ્યાં છે. વર્તમાનમાં દેશમાં અન્ય રાજ્યોમાંથી પણ રામમંદિરની લાકડામાંથી બનેલી પ્રતિકૃતિઓના ઓર્ડર મળી રહ્યા છે.
મંદિરનું ‘આ નાનકડું મોડલ’ ચાર ઈંચ લાંબુ, બે ઈંચ પહોળું અને પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે અને તેની કીંમત પ્રતિ પીસ રૂપિયા ૧૦૦ છે. અયોધ્યાની દુકાનોમાં રામમંદિરના પોકેટ મંદિર મોડલની ડિમાન્ડ ખૂબ વધી છે.
આદિત્ય સિંહ વધુમાં કહ્યું કે, તેમની કંપનીને ફક્ત ભારતમાંથી જ નહીં, પરંતુ અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ મંદિરની પ્રતિકૃતિઓની ઓર્ડર મળી રહ્યાં છે. અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોએ પણ રામમંદિરની ડિઝાઈન જેવા ૧૮ ઈંચ લાંબા, ૧૦ ઈંચ પહોળા અને ૧૨ ઈંચની ઉંચાઈની પ્રતિકૃતિ બનાવવા ઓર્ડર આપ્યો છે. આ પ્રકારે ન્યૂઝીલેન્ડમાંથી એક ભારતીય મૂળની વ્યક્તિએ પણ ૧૦ ઈંચ લાંબા, ૬ ઈંચ પહોળા અને ૮ ઈંચ ઉંચાઈ મંદિરના મોડલનો ઓર્ડર આપ્યો છે. જેમાં સૌથી મોટું ૨૫ ઈંચ લાંબુ, ૧૪ ઈંચ પહોળુ અને ૨૦ ઈંચ ઉંચુ મોડેલ છે, જેની કિંમત રૂ. ૮૦૦૦ છે.
અયોધ્યામાં રામ પથના કાંઠે ધાર્મિક ચીજવસ્તુઓ અને સામાન વેચતી અનેક દુકાનમાં રામમંદિરના મોડલની પ્રતિકૃતિઓ અને મૂર્તિઓ આકર્ષણ જમાવી રહી છે.
રામપંથના કાંઠે આવેલા ‘અવધના ધાર્મિક એન્ડ ફોટો ફ્રેમિંગ દુકાન’ના માલિક રિતિક ગુપ્તાએ કહ્યું કે, લોકો દરેક પ્રકારના મંદિરના મોડલ ખરીદી રહ્યા છે. મંદિરના નાનાથી મોટા મોડલની માંગ વધી જ રહી છે. આ માંગ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુધી યથાવત્ રહેશે અને મને લાગે છે કે પછી પણ વર્ષભર મંદિરના મોડલ વેચાતા જ રહેશે.
‘જયશ્રી રામ’ લખેલી વીંટીઓ અને કીચેઈન, બંગડી, ધાર્મિક મૂર્તિઓ સહિત અનેક ચીજો ઝડપથી વેચાઈ રહી છે. ગુપ્તાએ વધુમાં કહ્યું કે, રામ-નામની કોઈપણ વસ્તુ આ મામલે લોકપ્રિય છે અને લોકોને આકર્ષિત કરે છે.
ઉલ્લેખનીય છે કે ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એક લાખથી વધુ લોકો ઉમટે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અવધ આદિત્ય દુકાનના એક અન્ય કર્મચારીએ કહ્યું કે, રામમંદિરની પ્રતિકૃતિઓના ઓર્ડર ગુજરાત, હારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગોવા અને અન્ય સ્થળોપરમાંથી પણ મળી રહ્યા છે. તમામ ઓર્ડર ૨૨ જાન્યુઆરી સુધી ડિલીવરી કરી દઈશું. આ ઉપરાંત, પ્રભુશ્રી રામના છબી સહિત વિવિધ સામગ્રી પણ જોરદાર વેચાણ થઈ રહ્યું છે.
અવધ આદિત્યના ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહે કહ્યું કે, મંદરની લાકડામાંથી પ્રતિકૃતિઓ બનાવવા માટે ૨૫ જેટલા કારીગર કામ કરી રહ્યા છે અને હવે કારીગરોની સંખ્યા વધારવાની યોજના છે. શ્રી રામ જન્મભૂમિ તીર્ત ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે પહેલા કહ્યું હતું કે, પરંપરાગત નાગર શૈલીમાં નિર્મિત રામ મંદિરની લંબાઈ ૩૮૦ ફૂટ (પૂર્વ-પશ્ચિમ દિશા), ૨૫૦ ફૂટ પહોળાઈ અને ૧૬૧ ફૂટની ઉંચાઈ છે.
મંદિરનો પ્રત્યેક માળ ૨૦ ફૂટ ઉંચો હશે અને એમાં કુલ ૩૯૨ થાંભલા અને ૪૪ દ્વાર હશે. અયોધ્યાના બજારમાં રામમંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિઓ આકર્ષણ જમાવી રહી છે, જે પ્રભુશ્રી રામના ગુણોની પ્રસ્તુતા દર્શાવે છે.