Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય વકફ બૉર્ડમાં ફકીર-દિવાન સમાજને પ્રતિનિધિત્વ આપવા રજૂઆત

(પ્રતિનિધિ) માણાવદર, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં હાલમાં મુસ્લિમ ફકીર સભ્યો લેવામાં આવેલ નથી.છેલ્લા બે ટર્મથી અને હમણાં નિમણુક પામેલ સભ્યો જેને રાજ્ય સરકાર ધ્વારા ડીજાેલ કરવામાં આવેલ બોર્ડ કમિટીમાં ફકીર સમાજનો એકપણ સભ્ય લેવામાં આવતો નથી, ગુજરાત રાજ્યમાં આશરે ૧૪ લાખ જેટલી વસ્તી ધરાવતા ફકીર સમાજના મોટાભાગના લોકો ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે દરગાહ, કબ્રસ્તાન,ચીલ્લાઓ અને ખાંનકાહો સહિતની ધાર્મિક જગ્યાઓમાં સેવા પૂજા કરતી ફકીર સમાજ ને અન્યાય થઈ રહ્યો હોય તે મુદ્દે રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર આવેદનપત્ર આપી બોર્ડમાં ફકીર સમાજનો સમાવેશ કરવા દુલંદ માંગ કરવામાં આવી રહી છે,વકફ અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪ માં સ્પષ્ટ જણાવાયું છે કે શિયા અને સુન્ની ધર્મશાસ્ત્રોમાં નિષ્ણાંત એવા બન્ને સમૂહોમાંથી એક એક વ્યક્તિ રાજ્ય સરકાર નીમી શકવાની જાેગવાઈ હોવા છતાં અને હાલમાં મોટા ભાગ ની ધાર્મિક જગ્યાઓ માં ફકીર સમાજ ની નોંધનીય હાજરી હોવા છતાં ફકીર સમાજ નો વકફ બોર્ડ માં સમાવેશ કરવામાં આવ્યો નથી.

વિશેષ રજૂઆત માં જણાવાયું છે કે વકફ એક્ટમાં સ્પષ્ટ જાેગવાઈ છે પણ જે ફકીર સમાજ આજીવન વકફ જીવન જીવે છે અને દરેક ધર્મસ્થાન સાથે જાેડાયેલ છે જેમની આજે ગુજરાતના તમામ વકફ મિલકતો અને તેની ખિદમતોમા જાેવામાં આવે તો ૮૫% થી વધુ વકફ મિલકત સાથે ફકીર મુસ્લિમ સમાજ જાેડાયેલ છે છતાં તેમને વકફ બોર્ડના સભ્યમાં લેવામાં આવતા નથી તેમજ તેમની વકફ એક્ટમાં પણ જાેગવાઈ કરવામાં આવેલ નથી.આજે ગુજરાતમાં ફકીર સમાજની વસ્તી આશરે ચૌદ લાખ જેટલી છે.પણ તેમનું જીવન વકફ સાથે જાેડાયેલું હોવા છતાં તેમના સમાજના પ્રતિનિધિ લેવામાં આવતા નથી.

વડાપ્રધાન ધ્વારા પસમાંદા સમુદાયને આગળ લાવવાની વાત કરવામાં આવે છે જે અનુસંધાને પણ અમારો સમાજ પ્રતિનિધિત્વ માગી રહ્યો છે.રાજ્ય સરકાર અમારા સમાજના લોકોને વકફ બોર્ડની કમેટીમાં નિમણુક આપશે તો અમારો સમાજ આભારી રહેશે તેમ તેમ પણ આવેદન માં જણાવાયું છે,ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ફકીર સમાજની નિમણુક કરવા ની માંગ સાથે આજરોજ જુનાગઢ કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ને સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવેલ તે સમયે અખિલ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાન શાહ,રાજકોટ ફકીર સમાજ ના અગ્રણી યાસીન શાહ શાહમદાર, રજબ ફકીર હિંમતનગર ની ઉપસ્થિતિ સાથે રહીમશા સોહરવર્દી, હુસેનશા બાપુ શાહમદાર,રફીકશા સર્વદી ની હાજરી માં સુપ્રત કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.