Western Times News

Gujarati News

ગુજરાત હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનની કમીશનરને રજુઆત

પ્રતિકાત્મક

ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના દસ્તાવેજો માટે રાહત પેકેજની માગ

(એજન્સી)અમદાવાદ, બોર્ડના બાકી દસ્તાવેજવાળા મકાન પર વાર્ષિક રૂપિયા એક હજાર વહીવટી ચાર્જ લેવાના બદલે ફીકસ ચાર્જ નકકી કરીને સામાન્ય રકમ ભરાવાય ઉપરાંત મકાન પર એક કરતા વધુ વખત પાવર ઓફ એટર્ની થઈ હોય તો પણ પ્રત્યેક એન્ટ્રીના ચાર્જના બદલે ફીકસ રકમ રૂપિયા ર૦૦૦ સુધીની લેવાય. બોર્ડના હજારો મકાન માલીકોના હિતમાં ફેડરેશનના સભ્યોએ કમીશ્નરને લેખીત રજુઆત કરી છે.

હાઉસીગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનનાન સભ્યોએ કહયું કે, રાજયમાં હાઉસીગ બોર્ડના સવા બે લાખથી વધુ મકાનો છે. જેમાંથી અંદાજે ૧ર હજાર મકાનો એવા છે. જેના દસ્તાવેજ થયા નથી. અંદાજે ૩૮ હજાર મકાનો પાવર ઓફ એટર્નીના વિવાદવાળા છે. જયારે પ૦ હજારથી વધુ મકાનોમાં હપ્તા બાકી છે. અંદાજે ૩૮ હજાર મકાનો જર્જરીત હાલતમાં છે. તો ગેરકાયદે બાંધકામવાળા સંખ્યાબંધ મકાનો છે. જેની સામે બોર્ડ કાર્યવાહી કરી શકતું નથી.

ફેડરેશનના સભ્યોએ કમીશ્નર સમક્ષ માંગ કરી છે કે, જો કોઈ મકાનનો દસ્તાવેજ કરવાનો બાકી છે, તેનો વાર્ષિક રૂપિયા એક હજાર વહીવટી ચાર્જ-ફાઈલ લેવાય છે. તેના બદલે ગમે તેટલા વર્ષ હોય તે પણ ફીકસ ચાર્જ પેટે સામાન્ય રકમ વસુલાય. કોઈ મકાન પર એક કરતાં વધુ વખત પાવર ઓફ એટર્નીની એન્ટ્રલ થઈ હોય તો એક વાર ફીકસ ચાર્જ પેટે રૂપિયાય બે હજારની રકમ વસુલાય મકાનમાં વધારાના બાંધકામ અને વપરાશ ચાર્જે આડેધડ લેવાય છે.

તેના બદલે દસ્તાવેજ કરાવતા સમયે જો લાભાર્થી દ્વારા મકાનમાં વધારે બાંધકામ કરેલું હોય તો કેટેગરી મુજબ રૂપિયા ૩,૦૦૦ ઈડબલ્યુએસ, પ,૦૦૦ એલઆઈજી ૭,૦૦૦ એમઆઈજી, ૧૦,૦૦૦ એચઆઈજીમાં ફીકસ ચાર્જ વસુલાયય. આ ઉપરાંત બોર્ડના મકાનમાં દસ્તાવેજ કરવા ઈચ્છતા મકાન માલીકોને બોર્ડમાં વારંવાર ધકકા ખાવા પડે છે. જેમાં વિલંબ થાય છે. અને વર્ષ પુરુ થાય તો ફરી રૂપિયા એક હજાર વહીવટી ચાર્જ માટે ફાઈલ ટેબલે ટેબલે ફરે છે. બોર્ડના કેટલાક કર્મચારીઓ જાણી જોઈને પરેશાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.