ટેન્કર સ્પીડમાં ન ચલાવવા બાબતે રહીશે ઠપકો આપતા ચાલકે ગાડીને આગ લગાવી બદલો લીધો
નવી દિલ્હી, પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દીપકનગર સોસાયટીમાં એક ગાડીમાં અચાનક આગ લાગી હતી. લોકોએ પાણીનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લીધી હતી.
બાદમાં સીસીટીવી તપાસ કરતા એક શખ્સ તેનું વાહન લઇને આવ્યો હતો અને તેણે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું. આ એ શખ્સ હતો જેને કારમાલિકે થોડા દિવસ પહેલા ટેન્કર ધીમે ચલાવવાનું કહેતા બોલાચાલી થઇ હતી અને આરોપીએ ધમકી આપી હતી.
જેથી સીસીટીવી આધારે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલડીના દિપકનગરમાં રહેતા મિતેષભાઇ શાહ કોર્પોરેટ ટ્રેનર છે. ચારેક દિવસ પહેલા તે ઘરે હતા ત્યારે મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો. જેથી તપાસ કરતા તેમની ગાડી સળગી રહી હતી. લોકોએ ભેગા થઇ આગ પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. બીજીતરફ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ જાણ કરાઇ હતી.
તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં એક્ટિવા લઇને શખ્સ આવ્યો હતો જેણે કાચ તોડીને જ્વલનશીલ પ્રવાહી ગાડીમાં નાખતા જ ભડકો થયો અને આગ લાગી હતી. લોકોએ સીસીટીવી તપાસ કરતા એક શખ્સે ઘટનાને અંજામ આપ્યાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
આગ લગાવનાર શખ્સ એક અઠવાડિયા પહેલા સોસાયટીમાં પાણીનું ટેન્કર લઇને આવ્યો ત્યારે તેને સ્પીડમાં ટેન્કર ચલાવવા બાબતે ઠપકો આપતા તેણે બોલાચાલી કરી હતી. બાદમાં ગાડીઓ બંગ્લામાં જ રાખવાનું કહીને એકેય ગાડી બહાર નહિ રહેવા દઉ તેવી ધમકી આપી હતી. જેથી ફુટેજના આધારે પાલડી પોલીસે આરોપી રાજેશ ઠાકોર (રહે. મણીબાની ચાલી, પાલડી) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સીસીટીવીમાં આગ લગાવનાર શખ્સ કેદ થયો હતો. આરોપીએ આગ લગાવતા જ જ્વાળા તેને પણ લાગી હતી. જેથી તે દાઝી જતા દૂર ભાગી ગયો અને તેણે પહેરેલા કપડાં કાઢીને તેની પાસે રહેલું હથિયાર લઇને વાહન લઇને ફરાર થઇ ગયો હતો.SS1MS