પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
ધ્વજારોહણ સમારોહમાં જે.પી. ગુપ્તાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો
(માહિતી) રાજપીપલા, રાષ્ટ્રના ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાંનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલકશ્રી તથા SOUADTGA ચેરમેનશ્રી જે પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શ્રી ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ તકે SQUADTGA મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી ર્નિભય સિંગ પણ સાથે જાેડાયા હતા તકે પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને પેરાઓલમ્પિક ખેલાડી સુ.શ્રી. દીપા મલિક ઉપસ્થિત રહયા હતા.
SOUADTGA ચેરમેનશ્રી જે.પી.ગુપ્તાએ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને ૭૪માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની અપ્રતિમ શૌર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર તમામને હું વંદન કરૂ છું.
સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અંતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજારોહણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં શત શત વંદન કરૂ છુ. દેશની આઝાદી અપાવવામાં નામી અનામી રાષ્ટ્રપુરૂષો સહિત માં ભોમ – કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “મા “ ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાશ વીરોના પ્રતાપે આજે આપણને અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદી મળવાની સાથોસાથ પ્રત્યેક નાગરિકને વાણી સ્વતંત્રતા,રોજગારીની સ્વતંત્રતા અને દેશના વિકાસમાં ર્સ્વનિણયની સ્વતંત્રતાની અમૂલ્ય ભેટ મળી છે.
આઝાદીના ૭૫ વર્ષ બાદ હવે ભારત માટે અમૃતકાળ શરૂ થવાનો છે,આગામી ૨૫ વર્ષમાં ભારત દેશ વિકાસના નવા સોપાનો સર કરવાનો છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે,તેનું મુલ્યાંકન કરવાનું અને પ્રત્યેક ગામ,પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક વર્ગો માટેની ઉપલબ્ધિઓ વિશે પણ જાણવું જાેઇએ. ૭૫ વર્ષમાં ભારતે ખુબ પ્રગતિ કરી છે, શિક્ષણ હોય, આરોગ્યક્ષેત્ર કે દેશની સુરક્ષા વિગેરે જેવી બાબતોમાં દેશની સરકારો અને ભારતના નાગરિકોએ પ્રજાહિતના સામુહિક ર્નિણયો લીધા છે અને આગળ વધવાની નેમ એ સહિયારા પુરૂષાર્થનું પ્રતિક હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતા શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૪ વર્ષના ટૂંકા ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાના કાળ વચ્ચે ૧ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે એક રેકોર્ડ છે , આ ઉપલબ્ધી એકતાનગર ખાતે કાર્યરત કર્મયોગીઓના સહિયારા પ્રયત્નોનું જ શ્રેષ્ઠ પરિણામ છે આગામી સમયમાં એકતાનગર નો વિકાસ એવી રીતે કરીએ કે જેમાં પ્રવાસીઓને સારી અને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીએ તેની સાથે જળ,જંગલ અને જમીનને વધુ સારી રીતે સંરક્ષિત કરી શકીએ તે માટે સંકલ્પબદ્ધ થઇએ.
વિકાસ વણથંભ્યો રહે અને છેવાડાના માનવીના વિકાસ સાથે નાગરિક તરીકેના અધિકારો,ફરજાે અને કર્તવ્યોના પાલનની સજાગતા સાથે દેશની પ્રગતિને આગળ ધપાવીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા શ્રી ગુપ્તાએ આહવાન કર્યું હતું.ધ્વજવંદન બાદ શ્રી જે.પી.ગુપ્તા સહિતના મહાનુભાવોએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.