દમણ ફરવા ગયેલા સુરતના પ યુવકો દરિયામાં ડૂબ્યાઃર નો બચાવ, ૩ લાપત્તા
વલસાડ, વલસાડ જીલ્લાનેે અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના પ યુવકો મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નહાવા પડેલા પાંચ યુવંકો, ડૂબવા લાગતા અન્ય સહેલાણીઓએ બુમાબુમ કરી હતી. ઘટનાની જાણ દમણ ફાયર બ્રિગેડને થતાં તુરત દરિયાકાંઠે પહોંચી બે યુવકોને બચાવી લીધા હતા.
જાે કે ત્રણ યુવકો લાપત્તા થતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વલસાડ જીલ્લાનેે અડીને આવેલા સંઘપ્રદેશ દમણ સહેલાણીઓની પસંદગીનો પ્રથમ સ્થળ બની રહ્યુ છે. દમણ ખાતે આવેલા સહેલાણીઓ પૈકી સુરતના પ યુવકો દમણ ખાતે ફરવા આવ્યા હતા.
મોટી દમણ ખાતે આવલા લાઈટ હાઉસ પાસે દરિયામાં નહાવાની મજા માણી રહ્યા હતા. ભરતીનો સમય હોવાથી પ યુવકો દરિયામાં ડુબવા લાગ્યા હતા. જેથી દરિયાની મજા માણતા અન્ય સહેલાણીઓએ બુમાબુમ કરતા સ્થાનિક વેપારીઓએ અને સ્થાનિક લોકોએે તાત્કાલિક ફાયરબ્રિગેડ અને મોટી દમણ પોલીસને જાણ કરી હતી.
દમણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. દમણના દરિયામાં ડૂબેલા પ યુવાનો પૈકી ર યુવકોને તો દમણ ફાયર બ્રિગેડની ટીમેે દરિયાના પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ હજુ ૩ યુવકો દરિયામાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
દમણ ફાયર બ્રિગેડનીટીમ બોટની મદદ લઈ મધદરિયે જઈને યુવકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. ઘટનાસ્થળે દમણ એસપી અમિત શર્મા, ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રા, મોટી દમણ પીએસઆઈ વિશાલ પટેલ, એસડીપીઓ રજનીકાંત અવધીયા સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દમણ ફાયરબ્રિગેડ દ્વારા જે બે યુવકોનેે બચાવી લેવામાં આવ્યા છે તે યુવકો નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.