Western Times News

Gujarati News

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાષ્ટ્રવ્યાપી RBI90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

અમદાવાદ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આ વર્ષે તેની કામગીરીના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ90ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. Reserve Bank of India Celebrates 90th Anniversary with Nationwide RBI90Quiz

આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન અનેક તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય તથા દીવ-દમણ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર, 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાવામાં આવેલ છે, જેમાં 180 વિદ્યાર્થીઓ (90 ટીમો) ભાગ લેશે. ટોચની ત્રણ ટીમો માટે ઇનામો અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખના છે.

જેમાં વિજેતા બનનારી ટોચની ત્રણ ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 03 ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ ડિસેમ્બર 2024 માં મુંબઇ ખાતે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.