મકાન ભાડે આપીને પોલીસમાં નોંધણી નહિં કરાવનાર 16 માલિકો વિરૂધ્ધ ગુના નોંધાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ત?ાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે મકાન ભાડે આપીને પોલીસ મથકમાં નોંધણી નહિ કરાવેલ કુલ ૧૬ જેટલા મકાન માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા હતા.
ગુજરાત બહારના રાજ્યો માંથી આવતા કેટલાક અસામાજિક તત્ત્વો અન્ય મકાનમાલિકોના મકાનો ભાડે રાખીને રહેતા હોય છે અને ઘણીવાર જેતે વિસ્તારનું સર્વે કરીને ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે,તેથી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ મકાન માલિકોએ પોતાના મકાનો પર પ્રાંતિય ઈસમોને ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં તેની નોંધ કરાવવાની હોય છે.
ત્યારે ઝઘડિયા તાલુકામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરીને જાહેરનામા ભંગ હેઠળ કુલ ૧૬ જેટલા મકાનમાલિકો વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે મકાન ભાડુઆત સંદર્ભે કુલ ૮ જેટલા મકાનમાલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા.જે મુજબ દધેડા ગામે મકાનમાલિક સાબિરભાઈ રહે.કોસંબા જી.સુરતના વિરૂધ્ધ જાહેરનામા ભંગના ૨ ગુના,
દધેડા ગામે દલસુખ ચિમનભાઈ વસાવા રહે.દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે નુરુલ જાકીર પટેલ રહે.ગામ દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે ભવનભાઈ કરશનભાઈ પરમાર રહે.દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે કમલેશ રમણભાઈ વસાવા રહે.દધેડા તા.ઝઘડિયા, દધેડા ગામે મનુબેન વસાવા દધેડા તા.ઝઘડિયા, દધેડા ગામે અનિલભાઈ કનુભાઈ વસાવા દધેડા તા.ઝઘડિયાના જ્યારે ઝઘડિયા પોલીસે મકાન ભાડુઆત સંબંધી કુલ ૪ મકાનમાલિકો વિરૂધ્ધ ગુના દાખલ કર્યા હતા.
ઝઘડિયા સુલતાનપુરા ખાતે સમીમબેન મન્સુરી રહે.સુલતાનપુરા તા.ઝઘડિયા, ફુલવાડી ગામે જયવંતીબેન વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડિયા,ફુલવાડી ગામે સવિતાબેન વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડિયા,ફુલવાડી ગામે ગજેન્દ્રસિંહ જગમલસિંહ પરમાર રહે.ફુલવાડી તા.ઝઘડિયા જ્યારે રાજપારડી પોલીસે પિપદરા ગામે ગંગારામ હરિભાઈ વસાવા રહે.પિપદરા તા.ઝઘડિયા,રાજપારડી ગામે ગણેશ મનુભાઈ પટેલ
રહે.રાજપારડી તા.ઝઘડિયા,રાજપારડી ગામે સુનિલભાઈ નાનુભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા તથા રાજપારડી ગામે અબ્દુલગની મુર્તુજા વાઝા મળીને તાલુકામાં મકાન ભાડુઆત સંદર્ભે કુલ ૧૬ જેટલા મકાનમાલિકો વિરૂધ્ધ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડિયા તાલુકામાં મકાન ભાડુઆત સંબંધી જાહેરનામા ભંગ હેઠળ એકસાથે ૧૬ જેટલા મકાન માલિકો વિરૂધ્ધ ગુના નંધાતા તાલુકામાં જાહેરનામા ભંગ કરનાર અન્ય મકાનમાલિકો તેમજ ભાડુઆતોમાં ફફડાટ ફેલાયો હતો.