ભ્રષ્ટાચારનો નવો કીમિયો: ઢાળની પોળમાં સિમેન્ટ વિના જ પથ્થર લગાવતા રહીશોનો વિરોધ : કોર્પોરેટરે કોન્ટ્રાકટરની તરફેણ કરી
પથ્થર લગાડવા અંગે સિમેન્ટ વગર ફકત રેતી નાખી: સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિ. એન્જિનિયરને જાણ કરતા તેમણે આવી જ પોલીસી છે એવી વાત કરી હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ વારંવાર થતા રહે છે. મ્યુનિસિપલ અધિકારીઓ અને કોન્ટ્રકટરોની મજબૂત સાંઠગાંઠના કારણે પ્રજાકીય કામોમાં ગુણવત્તા જળવાતી નથી. Residents protest against laying stones without cement in floor
પરંતુ કાઉન્સીલર ઘ્વારા જે બજેટ ફાળવણી કરવામાં આવે છે તેમાં પણ વ્યાપક ગેરરીતિ થાય છે. જેમાં કોર્પોરેટર પણ મૂક સાક્ષીભાવે કોન્ટ્રકટરો અને અધિકારીઓ ની તરફેણ કરતા હોવાના આક્ષેપ થઈ રહયા છે. ખાડીયા ઢાળની પોળમાં આવી જ હકીકત બની હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ અંગે ઢાળની પોળના રહીશ નિશિથભાઈ સિંગાપોરવાળા ના જણાવ્યા મુજબ ખાડિયા વોડ મા આવેલ ઢાળનીપોળ શંભુચકાની ખડકીમા સ્થાનિક કોર્પોરેટર નીકીબેન મોદી ના બજેટમાં થી પથ્થર પેવીગ નુ કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પથ્થર લગાડવા અંગે સિમેન્ટ અને રેતી વાપરવાની જગ્યાએ ફકત રેતી નાખી કામ પુરુ કરવાનુ કરવાથી પોળના રહિશો દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો.
જેના કારણે કામ હાલ બંધ કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર નિકીબેન મોદી અને મ્યુનિ. એન્જિનિયરને જાણ કરતા તેમણે આવી જ પોલીસી છે એવી વાત કરી હતી. શુ કોર્પોરેશને આ કામમાં સિમેન્ટ નો ઉપયોગ ન કરવો તેવો કોઈ પરિપત્ર કર્યો છે? સિમેન્ટના ઉપયોગ વિના પથ્થર લગાવવાથી લેવલ જળવાશે નહિ અને ભારે વાહન પસાર થતા જ પથ્થર તૂટી જશે.
મ્યુનિસિપલ કોન્ટ્રકટરો અને અધિકારીઓએ આ રીતે ભષ્ટાચાર નો એક નવો કિમયો શરુ થયો છે ઉપરાંત ચોમાસામાં આવા કામ ના કરવા કમિશનરનો આદેશ હોવા છતા શા માટે કામગીરી કરવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે . મ્યુનિસિપલ વહિવટી તંત્ર અને કોર્પોરેટર ના આવા વલણથી પોળના રહિશો હેરાન પરેશાન છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.