Western Times News

Gujarati News

કોલકાતાની આર જી કર હોસ્પિટલના ૫૦ સિનિયર ડોક્ટર્સનું રાજીનામું

કોલકાતા, કોલકાતામાં ટ્રેઇની મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાથી દેશભરમાં જાણીતી બનેલી આરજી કર હોસ્પિટલના લગભગ ૫૦ સિનિયર ડોક્ટર્સે રાજીનામું આપી દીધું છે.

૫ ઓક્ટબરથી ટ્રેઇની ડોક્ટર માટે ન્યાયની માંગ કરી રહેલા મેડિકલના જૂનિયર વિદ્યાર્થીઓના સમર્થનમાં વરિષ્ઠ ડોક્ટરોએ મંગળવારે આ પગલું લીધું હતું. સિનિયર ડોક્ટર્સના રાજીનામા પછી પશ્ચિમ બંગાળની અન્ય મેડિકલ કોલેજોના સિનિયર ડોક્ટર્સના એક વર્ગે પણ રાજીનામું આપવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સાત જુનિયર ડોક્ટર્સે કોલકાતામાં અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ અને તેમના ટેકામાં પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજના ડોક્ટર્સ દ્વારા ૧૨ કલાકના પ્રતીક ઉપવાસ પછી સિનિયર ડોક્ટર્સે રાજીનામાનો નિર્ણય લીધો હતો.

એસોસિએશન ઓફ હેલ્થ સર્વિસિસ ડોક્ટર્સના પ્રતિનિધી ડો. માનસ ગુમ્તાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર જુનિયર ડોક્ટર્સની ન્યાયસંગત અને વાજબી માંગણીને અવગણવાનું ચાલુ રાખશે તો અમને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ્સના તમામ સિનિયર ડોક્ટર્સને રાજીનામું આપવાની હાકલ કરવા ફરજ પડશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.