ગઈકાલે રાજીનામુંઃ આજે કેસરીયો ધારણ કર્યો કોંગ્રેસના નેતાઓએ
અર્જુન મોઢવાડિયા- અંબરીશ ડેર અને મૂળુ કંડોરિયાના વિધિવત કેસરિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખેસ પહેરાવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે જામનગરના મૂળુ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે. ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.
રાજનીતિ અમને આગેવાનોનો વારસામાં નથી મળી. ખુબ મહેનત કરીને ગરીબ કુટુંબમાંથી આવીને રાજનીતિમાં પ્રદાન કરવા માટે આવ્યા છીએ. જે પક્ષમાં હતો તેમાં કરી શકું તેમ ન હતો. બદલાવવાના પ્રયાસ સૌના નિષ્ફળ ગયા છે. પોરબંદર ગુજરાત માટે સપનું જોયું હતું તે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવર્તન થતું દેખાય છે. એટલા માટે હું આટલા વર્ષોના સંબંધો તોડીને ભાજપમાં જોડાયો છું. સામાન્ય કાર્યકર તરીકે જોડાઈ રહ્યો છું. અને ભાજપમાં બમણી શક્તિથી કામ કરીશ: અર્જુન મોઢવાડિયા