રિસોર્ટ પર હથિયારો સાથે ત્રાટકી માલિકોને બહાર તગેડી તોડફોડ મચાવીઃ 5 ઈસમો ઝડપાયાં
વડગામના નાવીસણા રિસોર્ટનો કબ્જાેે લેવા હથિયારો સાથે હુમલો કરનારા પાંચ ઝબ્બે મુખ્ય સુત્રધાર ફરાર; એક પિસ્તોલ કબ્જે લેવાઈ
વડગામ, વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલા રિસોર્ટ પર કેટલાક લોકોએ શનિવારે રાત્રે હથિયારો સાથે ત્રાટકી રિસોર્ટના માલિકોને બહાર કાઢી મુકી તોડફોડ કરાતાં ચકચાર મચી ગઈ હતી. આ બાબતે ચાર લોકો વિરુદ્ધ નામજાેગ તેમજ અન્ય સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા છાપી પોલીસે પાંચ લોકોની સોમવારે અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નાવીસણા ગામે આવેલા નાવીસણા રીસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના માલિક સાહેદાબેન સોકતભાઈ ધરાદરા પાસેથી લખમનસિંહ દોલાજી ચૌહાણે ખરીદ્યો હતો જયારે ખેતીની જમીન મુસ્તુફાભાઈ નશિરભાઈ ઢાપા (રહે. ઈલોલ તા.હિંમતનગર)એ ખરીદેલ હતી.
જાેકે નાવીસણાના રિયાઝભાઈ લોહણીએ કહ્યું હતું કે તમો બહાર ગામના હોઈ અમારા ગામમાં કેમ રીસોર્ટ તેમજ જમીન ખરીદેલ છે તેમ કહી રીસોર્ટની સંભાળ રાખતા ભવાનસિંહને હેરાન કરતા હતા. જયારે શનિવારે રાત્રે ટોળાએ રીસોર્ટમાં ઘુસી તોડફોડ કરી કબ્જાે કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ મામલે લખમનસિંહ ચૌહાણ (રહે. વરવાડિયા તા.વડગામ)એ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ જણાને ઝડપી પાડયા હતા જયારે એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ પણ કબજે લેવાયા હતા. મુખ્ય આરોપી રિયાઝખાન આઝમખાન લોહણી દ્વારા પિસ્તોલ અપાઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જાેકે રિયાઝખાન લોહણી ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાનું પીએસઆઈ એસ.જે. પરમારે જણાવ્યું હતું.