ભારત અને ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે LACનું સન્માન જરૂરી
જાેહનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાના જાેહનિસબર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક નાની મુલકાત ખુબ ચર્ચામાં આવી છે. બંને નેતા વર્ષ ૨૦૨૦થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર જારી ટકરાવ બાદ બીજીવાર મળ્યા છે. પીએમ મોદીએ આ નાની મુલાકાતમાં શી જિનપિંગને સ્પષ્ટ કરી દીધુ કે ચીને એલએસીનું સન્માન કરવું પડશે. વિદેશ મંત્રાલય તરફથી આ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા તરફથી જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી અને એલએસી પર વણઉકેલ્યા મુદ્દા પર ભારતની ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરહદી ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવી અને એલએસીનું સન્માન કરવું ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે જરૂરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને દેશના નેતા આ સંબંધમાં અધિકારીઓને જલદીથી જલદી સૈનિકોની વાપસી અને તણાવ ઘટાડવાના પ્રયાસોમાં ગતિ લાવવાનો નિર્દેશ આપવા પર સહમત થયા છે.
આ પહેલા પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિએ બ્રિક્સ નેતાઓની બ્રીફિંગ પહેલા એકબીજા સાથે હાથ મિલાવ્યો અને અભિવાદન કર્યું.
બંને નેતાઓ મંચ પર સંક્ષિપ્ત વાતચીત કરવા જાેવા મળ્યા. પાછલા વર્ષે નવેમ્બરમાં બાલીમાં આયોજીત જી-૨૦ ડિનર દરમિયાન બંને નેતાઓની મુલાકાત થઈ હતી. પરંતુ ત્યારે કોઈ ચર્ચા થઈ નહોતી. તે સંમેલન બાદ હવે બ્રિક્સમાં શી જિનપિંગ અને પીએમ મોદી મળ્યા છે.
વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ આ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે પ્રથમ મુલાકાત હતી. ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે.
બંને દેશોએ સરહદ મુદ્દાને ઉકેલલા માટે સૈન્ય સ્તરની વાતચીત કરી છે. વર્ષ ૨૦૧૯ બાદ પ્રથમવાર છે જ્યારે બ્રિક્સનું આયોજન આ પ્રકારે થયું છે. કોવિડ-૧૯ મહામારીને કારણે આ સંમેલનને વર્ચ્યુઅલી આયોજીત કરવામાં આવી રહ્યું હતું.SS1MS