વિયેટનામમાં ભારતીય પ્રવાસીઓના ધસારાને કારણે ઈન્ડીયન ફૂડ રેસ્ટોરન્ટો વધ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Tandoor-Saigon-1024x1352.jpg)
દા નાંગ શહેરમાં આઠથી વધુ જ્યારે હો-આન શહેરમાં દસથી વધુ રેસ્ટોરન્ટ છે. દેશમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય રેસ્ટોરન્ટ વધ્યા છે.
અમદાવાદ, વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મળે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો ઊભી કરી રહી છે. આ આકર્ષણોમાનું એક છે ભારતીય ભોજનનો તડકો. વિયેટનામના સાઈગોન (હો-ચી મીન્હ) શહેરની વાત કરીએ તો અહીં ૨૦થી વધુ ભારતીય રેસ્ટોરન્ટો ચાલી રહી છે. હવે વિયેતનામના મોટાભાગના શહેરોમાં ભારતીય રેસ્ટોરન્ટ છે.
આ રેસ્ટોરન્ટોમાં શાકહારી ભારતીય ભોજન માણવાની તક મળે છે. વિયેતનામના એક પ્રતિષ્ઠિત ગાઈડ ટીમે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે સાઈગોન શહેરમાં ૧૯૯૬માં તંદુર નામના એક ભારતીય રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી. હાલમાં અહીં ૨૦થી વધુ ભારતીય ભોજન પીરસતા રેસ્ટોરન્ટ છે.
આ ભારતીય રેસ્ટોરન્ટ મોટેભાગે માત્ર ભારતીય ભોજન પીરસે છે. તેમાં નોનવેજ ભોજન પણ અપાય છે. Restaurants are opening to attract Indian tourists in Hanoi-Da Nang, Vietnam
દાનાંગ શહેરથી 1 કલાક દૂર આવેલા બાના હિલ્સ પર પણ ભારતીય મુસાફરોને આકર્ષવા માટે “ભારત” નામની રેસ્ટોરન્ટ વિયેટનામના સન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભારતીય મુસાફરો બપોરના સમયે ભોજન લેવા માટે આવે છે. જેમાં 100 થી વધુ પ્રકારની ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે.
આ અંગે ભારત રેસ્ટોરન્ટના મેનેજર પ્રકાશ પેડનેકર જે મૂળ મહારાષ્ટ્રીયન છે તેમણે જણાવ્યું હતું કે સન ગ્રુપ દ્વારા બાના હિલ્સ ખાતે વધુ એક ભારતીયોને પરવડે તેવી રેસ્ટોરન્ટ શરૂ કરાશે જેમાં ભાજીપાંવ, પાણીપૂરી, સ્નેક્સ જેવી વેરાઈટી મળશે. બાના હિલ્સ દાનાંગથી 20 કિલોમીટરના અંતરે 1500 મીટરની ઉંચાઈએ આવેલું છે. વર્ષો પહેલાં ગરમીથી બચવા ફ્રેંચ સૈનિકો આ હિલ્સ પર રહેતા હતા.
બાના હિલ્સ ફ્રેંચ લોકોનું લોકપ્રિય વેકેશન સ્પોટ હતું, જેમાં વિલા અને રિસોર્ટ આવેલા હતા. બાળકો સાથે દાનંગની મુલાકાત લેતા પરિવારોએ ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ, કારણ કે તેની ઘણી પ્રવૃત્તિઓ અને મનોરંજન બાળકોને ખુશ રાખશે.
બાના હિલ્સ પર 10 થી વધુ આકર્ષણો પ્રવાસીઓને જોવા મળે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કેબલ કાર ચાલુ રહે છે એટલે કે 6 વાગ્યા સુધીમાં હિલ પરથી પ્રવાસીઓએ નીચે ઉતરી જવું પડે છે. બાના હિલ્સ પર પગોડા, ગાર્ડન, રેસ્ટોરન્ટ, ગેમ ઝોન, બિયર ફેકટરી જોવાલાયક સ્થળો છે.
View this post on Instagram
વિયેતનામ ફરવા આવતા ભારતીયો ઉપરાંત અન્યને પણ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ભોજનનો ભારે ક્રેઝ હોય છે. ખાસ કરીને પંજાબી સબ્જી, પરોઠા અને સાઉથ ઇન્ડિયનમાં ઢોસા જેવી વસ્તુઓની અહીં વધુ ડિમાન્ડ જોવા મળે છે. આ ઉપરાંત લોકો અહીં ગુજરાતી ભોજન પણ માંગતા હોય છે. જેને લઈને અહીં એક ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે. સાઈગોનમાં તંદુર, બાબાસ્ કિચન અને બનારસ જેવા ભારતીય રેસ્ટોરન્ટના નામ જોવા મળે છે.
આ ઉપરાંત ગુજરાતી રેસ્ટોરન્ટ કરીને પણ એક ખાસ રેસ્ટોરન્ટ અહીં આવેલું છે. સાઈગોનમાં આવેલા બાબાસ્ કિચનમાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે. જે મોટેભાગે ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલા રસોઈયાઓ જ બનાવે છે. આ અંગે બાબાસ કિચનના મેનેજર કમલ કહે છે કે ૧૪ વર્ષ પહેલા કેરળના રોબીન નામના શખ્સે આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું.
જેમાં હાલ ૩૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને નોર્થ અને સાઉથની વાનગીઓ તૈયાર કરવા માટે ભારતના ઉત્તરાખંડ, યુપી અને કેરળના કારીગરો અહીં લાવવામાં આવ્યા છે. બાબાસ કિચનના મેનેજર કમલનું કહેવું છે કે સામાન્ય રીતે વિયેતનામમાં પ્રવાસનમાં ક્યારે કમી આવતી નથી. જોકે રેસ્ટોરન્ટને લાગે વળગે છે ત્યાં સુધી નાતાલના સમયે લોકો પોતાના સ્વદેશ પાછા ફરતા હોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં થોડી મંદીનો માહોલ જોવા મળે છે.
અન્ય એક ગાઈડ એન્ડીએ વધુ માહિતી આપતા કહ્યું કે દા નાંગ શહેરમાં આઠથી વધુ જ્યારે હો-આન શહેરમાં દસથી વધુ રેસ્ટોરન્ટ છે. દેશમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય રેસ્ટોરન્ટ વધ્યા છે.
દાનાંગથી માત્ર 1 કલાકના અંતરે આવેલું હો-આન શહેરને યુનેસ્કો દ્રારા હેરીટેજ સીટી તરીકેનો દરજ્જો મળ્યો છે. દાનાંગથી 1 કલાકના અંતરે આવેલું શહેર હો-એન એ પરંપરાગત એશિયન ટ્રેડિંગ પોર્ટનું અસાધારણ રીતે સારી રીતે સચવાયેલું શહેરનું ઉત્તમ ઉદાહરણ છે.
હો-એન પ્રાચીન નગરે તેનું મૂળ સ્વરૂપ અને કાર્ય જાળવી રાખ્યું છે. 1999માં જૂના નગરને યુનેસ્કો દ્વારા 15મીથી 19મી સદીના દક્ષિણપૂર્વ એશિયાઈ વેપારી બંદરના સારી રીતે સચવાયેલા ઉદાહરણ તરીકે વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અને વિદેશી પ્રભાવનું મિશ્રણ દર્શાવતી ઈમારતો છે.
View this post on Instagram