ગોદરેજ અને બોયસે ખાદ્ય સંરક્ષણ અને સ્વચ્છતાને વધારવા માટે અદ્યતન લેબ શરૂ કરી

હોમ એપ્લાયન્સિસનો પુનઃકલ્પનાઃ ગોદરેજની ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ કેવી રીતે ગ્રાહક કેન્દ્રિત ઇનોવેશન લાવે છે
ભારત, 21 માર્ચ, 2025 – ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપનો ભાગ ગોદરેજ એન્ડ બોય્સના એપ્લાયન્સિસ બિઝનેસે તેની ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ રજૂ કરીને ગ્રાહક કેન્દ્રિત નવીનતા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સમર્પિત ફેસિલિટીથી ગોદરેજ ફૂડ બિહેવિયર, પ્રિઝર્વેશન ટેક્નિક્સ અને હાઇજિન ફેક્ટર્સનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તેની એપ્લાયન્સિસ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને સાચી રીતે સંતોષવા માટે બનેલી છે.
pH લેવલ, પાકવાના તબક્કા, ભેજ નિયંત્રણ અને સૂક્ષ્મજીવાણુ પ્રવૃત્તિથી માંડીને સ્વાદ, બનાવટ અને દેખાવ જેવા સુખદ પરિબળોથી જેવા વિવિધ શ્રેણીના વૈજ્ઞાનિક પરિમાણોનું મૂલ્યાંકન કરવા માટે સજ્જ આ લેબ પ્રોડક્ટ ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Rethinking Home Appliances: How Godrej’s Food and Microbiology Lab Drives Consumer-Centric Innovation
લાખો ભારતીયોનો ભરોસો જીતનારી ગોદરેજ આંતરદ્રષ્ટિ-સંચાલિત નવીનતા માટે પ્રતિબદ્ધ છે. આ ફેસિલિટી તે વારસાનો પુરાવો છે, જે આધુનિક જીવનશૈલી, બદલાતી આહારની આદતો અને આરોગ્ય પ્રત્યે સભાન પસંદગીઓને પૂર્ણ કરતી એપ્લાયન્સિસ વિકસાવવા માટે વાસ્તવિક ગ્રાહકોની જરૂરિયાતો સાથે વૈજ્ઞાનિક સંશોધનને એકીકૃત રીતે ભેળવે છે. ફૂડ સાયન્ટિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટની ટીમ દ્વારા સંચાલિત અને એપ્લાયન્સિસ બિઝનેસ માટેના ઇનોવેશનના હેડની દેખરેખ હેઠળ, આ લેબ રોજિંદા જીવનને સુધારતા અગ્રણી સોલ્યુશન્સ માટે સમર્પિત છે.
ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ રેફ્રિજરેટર્સ અને માઇક્રોવેવ ઓવન જેવી કેટેગરીઝને સપોર્ટ કરે છે, જેમાં એર-કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન જેવા કૂલિંગ આધારિત ડોમેન્સથી લઈને વોશિંગ મશીન જેવી ક્લિનિંગ કેટેગરીઝ સુધીની વિવિધ શ્રેણીઓમાં માઇક્રોબાયોલોજી આધારિત સંશોધનને સમર્થન આપવાની વિસ્તરણ યોજનાઓ છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એપ્લાયન્સિસ બિઝનેસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કમલ નંદીએ જણાવ્યું હતું કે, “અમારી નવી ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ અમારા ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો પુરાવો છે, જે વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ કરે તેવા ઇનોવેશન્સ લાવે છે અને ગ્રાહકોને મૂલ્ય પૂરું પાડે છે. ખોરાકની જાળવણી, ઘરની અંદરની હવાની ગુણવત્તા જેવા મૂર્ત લાભોને પ્રાથમિકતા આપીને, અમે એવી એપ્લાયન્સિસ ડિઝાઇન કરીએ છીએ જે વિચારપૂર્વક અમારા ગ્રાહકોના રોજિંદા જીવનમાં ફરક લાવે છે.”
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એપ્લાયન્સિસ બિઝનેસ ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ શ્રી બુર્ઝિન વાડિયાએ જણાવ્યું હતું કે, “અમે ખોરાક, હવા અને કાપડ અમારી એપ્લાયન્સિસ સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે તેનું વિશ્લેષણ કરવા માટે અમારી ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ શરૂ કરી છે. ખોરાકની તાજગીના પરિમાણોનું નિરીક્ષણ કરવાથી લઈને હવા અને કાપડની ગુણવત્તા સુધી, આ ફેસિલિટીથી અમે એવી એપ્લાયન્સિસ ડિઝાઇન કરીશું જે અમારા ગ્રાહકોને મૂર્ત લાભો પહોંચાડે. અમારું ધ્યાન એવા સોલ્યુશન્સ બનાવવા પર છે જે અમારા ગ્રાહકોના જીવનમાં એકીકૃત રીતે સંકલિત થાય.”
ફૂડ એન્ડ માઇક્રોબાયોલોજી લેબ ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપના એપ્લાયન્સિસ બિઝનેસની પૂણે ખાતેના પિરાંગટમાં આવેલી વિશાળ આરએન્ડડી ફેસિલિટીમાં આવેલી છે. NABL-માન્યતા પ્રાપ્ત ઇન-હાઉસ લેબ્સ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આ ફેસિલિટી લગભગ રૂ. 100 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી છે. આ એડવાન્સ્ડ સેટઅપ બ્રાન્ડને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટાઇમલાઇનને વેગ આપવા અને નવીન, ગ્રાહક-કેન્દ્રિત એપ્લાયન્સિસને બજારમાં રજૂ કરવા માટે સશક્ત બનાવે છે.