નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવને રાજ્યપાલે શુભકામનાઓ પાઠવી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થઈ રહેલા શ્રી રાજકુમારજી આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ શ્રી રાજકુમારજીના મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળની પ્રશંસા કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.