નિવૃત્તિ પછી કર્મચારીના વારસને રહેમ રાહે નોકરી આપી શકાય નહીંઃ સુપ્રીમ
(એજન્સી)નવીદિલ્હી, કર્મચારીની નિવૃત્તિનો પગલે કરૂણા કે દયાભાવને આધારે કર્મચારીના વારસદારની નોકરીમાં નિમણુંક કરી શકાય નહીં એવી ટીપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે. એવી ટીપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે. જણાવ્યું હતું કે, આ બંધારણની ૧૪ અને ૧પમી કલબનું ઉલ્લંઘન છે.
જસ્ટીસ એમ આર શાહ અને બી વી નાગરરત્ને જણાવ્યું હતું કે, આવી નિમણુેંકને મંજૂરી આપવામાં આવે તો બહારના લોકો વધુ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને કયારેય નોકરી નહી મળે. દયાભાવને આધારે કરાતી નિમણુંક ઓટોમેટીક હોતી નથી.
તેમાં પરીવારની નાણાકીય સ્થિતી, મૃતક વ્યકિત પર પરીવારની આર્થિક નિર્ભરતા સહીતના પરીબળોની કડક તપાસ પછી આવી નિમણુેંક કરવી જરૂરી છે. કોઈ પણ વ્યકિત દયાભાવને આધારે નોકરીમાં નિમણુંકનો દાવો કરી શકે નહીં.” સુપ્રીમ કોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી.
જેમાં એક ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે અહેમદનગર મહાનગર પાલિકાને કર્મચારીઓની નિવૃત્તિ પછી તેમના વારસદારોની નોકરીમાં નિમણુંક કરવામાં આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દાયભાવના આધારે કરાતી નિમણુંકને કર્મચારીઓની સામાન્ય ભરતી પ્રક્રિયાની તુલનામાં હંમેશા અપવાદ ગણવો જાેઈએ.
બેન્ચે જણાવ્યું હતું કે, “દયાભાવને આધારે કર્મચારીની નિમણુંક ત્યારે જ કરવામાં આવે છે જયારે મૃતક વ્યકિતના પરીવાર પાસે કોઈ પણ પ્રકારની આર્થિક સુરક્ષા ન હોય.”