Western Times News

Gujarati News

શેર બજારમાં રોકાણના નામે ઇડરના નિવૃત્ત કર્મી સાથે ૨૪.૮૭ લાખની ઠગાઈ

હિંમનતગર, ઇડરના એક નિવૃત્ત કર્મચારીને શેર બજારમાં રોકાણ કરી વધુ વળતર અપાવવાના બહાને લિન્ક મોકલી કેટલાક મેસેજ કરીને પાંચ જણાએ નિવૃત્ત કર્મચારીને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી બેન્કના ખાતામાંથી અંદાજે રૂ. ૨૪.૮૭ લાખની છેતરપિંડી કરી હતી.

આ અંગે નિવૃત્ત કર્મચારીએ હિંમતનગર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇડરના વલાસણા રોડ પર આવેલી સ્વાગત વાટિકા સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રકુમાર જીવજીભાઇ દેસાઇને ગત તા.૨-૧૨-૨૦૨૪થી આજદીન સુધીમાં અજાણ્યા વ્યકિતઓએ મોબાઇલ ફોન કરીને ભુપેન્દ્રકુમારને શેર બજારમાં રોકાણ કરી વધુ વળતર આપાવવાના બહાને સ્ટ્રોક એક્સચેન્જ ગ્›પમાં એડ કર્યા હતા અને ઇન્ડોથાઇ નામની એપ્લિકેશન ભુપેન્દ્રકુમાર દેસાઇના મોબાઇલમાં ડાઉનલોડ કરાવી હતી.

તે પછી આ અજાણ્યા વ્યકિતઓએ શેર બજારને લગતા પ્રલોભનભર્યા મેસેજ કરીને લાલચ આપી વિશ્વાસમાં લઇ લીધા હતા. અને ભુપેન્દ્રકુમાર પાસેથી શેરબજારમાં તથા વિવિધ આઇપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેન્કોમાં પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.

ત્યારબાદ ઇન્ડોથાઇ એપ્લિકેશનમાં તે દર્શાવીને ભુપેન્દ્રભાઇને વધુ લાલચ આપી હતી. સાથો સાથ ટ્રાન્સફર કરાવેલી રકમના કોઇ કંપનીના શેર કે આઇપીઓમાં રોકાણ નહી કરીને આ અજાણ્યા વ્યકિતઓએ અંદાજે રૂ. ૨૪.૮૭ લાખની ભુપેન્દ્રભાઇને ટોપી આપી હતી.

ત્યારબાદ ભુપેન્દ્રભાઇએ કેટલાક જાણકારો પાસેથી માહિતી મેળવ્યા બાદ તથા અન્ય સામાજિક કામોમાં રોકાયા હોવાથી તત્કાલિન સમયે પોલીસ ફરિયાદ કરી ન હોવાનું જણાવીને બુધવારે હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પાંચેય અજાણ્યા વ્યકિતઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.