પંચમહાલ ડેરીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પેન્શન ને લઈને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ ડેરીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજરોજ અધિક કલેકટરને ઈ.પી.એફ.ઓ દ્રારા જાહેર કરવામાં આવેલા પરિપત્રનો વિરોધ કરી નિવૃત કર્મચારીઓએ પેન્શનમાં વધારો કરી આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું યોગ્ય અર્થઘટન નહી કરી ઇ પી એફ ઓ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને ધ્યાને લહીને નિવૃત કર્મચારીઓ ને રૂપિયા ૨૦૦ થી ૨૦૦૦ સુધી જ મળે છે માટે માસિક પેન્શનમાં સરકાર દ્વારા વધારો કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કારણ કે ૨૦૦ થી લઈને ૨૦૦૦ સુધી મોંઘવારીમાં પહોંસાતુ નથી માટે ઘર ચલાવવું કઈ રીતે તે સમજાતું નથી માટે સરકાર અમારી માંગણી વહેલી તકે પૂર્ણ કરે તેવી અમે માગ કરી રહ્યા છે.