રીટાયર્ડમેન્ટની દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકીઃ 9 પકડાયા
વડોદરા, વડોદરા જિલ્લાના વાસણા ગામના ખેતરમાં કંપનીના નિવૃત્ત થયેલા સાથી કર્મચારીની વિદાય નિમિત્તે દારૂની પાર્ટી ચાલી રહી હતી જ્યાં પોલીસે રેડ પાડી દારૂની મહેફિલ માણી રહેલા ૯ કર્મચારીને દારૂ-બિયરની બોટલો સાથે ઝડપી પાડયા હતા.
મળેલી માહિતી પ્રમાણે પાદરા પાસે આવેલી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓએ નિવૃત્ત થયેલા એક સાથી કર્મચારીની વિદાય પાર્ટીનું આયોજન વાસણા ગામની સીમમાં એક ખેતરમાં કર્યું હતું. આ પાર્ટીમાં વિદાય લેતા કર્મચારી સહિત ૯ કર્મચારી હતા જ્યા વડુ પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા પ્રકાશભાઈ પ્રભાતભાઈ પરમાર, ભાવેશકુમાર રમેશભાઈ પઢિયાર રજનીકાંત ઉર્ફે અજયભાઈ જેસંગભાઈ ઠાકોર, મુકેશભાઈ ઉર્ફે મયુરભાઈ વસુદેવભાઈ પરમાર, જયદીપસિંહ ફતેસિંહ ગોહિલ, જગદીશભાઈ જેસંગભાઈ જાદવ, રાજેશકુમાર ભગવાનપ્રસાદસિંઘ, કલ્પેશ ભાસ્કર ગાલફડે અને વિજયકુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.