Western Times News

Gujarati News

કરીના સાથે રીયુનિયનમાં નવાઈ નથી, અમે મળતા રહીએ છીએઃ શાહિદ કપૂર

મુંબઈ, શાહિદ કપૂર અને કરીના કપૂરને બે દાયકા અગાઉ પરફેક્ટ સેલિબ્રિટી કપલ માનવામાં આવતા હતા. શાહિદ-કરીનાની કલ્ટ ફિલ્મ ‘જબ વી મેટ’ને દરેક પેઢીએ એન્જોય કરેલી છે. શાહિદ-કરીનાએ લાંબા સમયથી સાથે ફિલ્મ કરી નથી અને જાહેરમાં ભેગા જોવા મળતા પણ નથી.

જયપુર ખાતે એવોર્ડ ફંક્શન દરમિયાન કરીના-શાહિદ સ્ટેજ પર ભેગા થયા હતાં. આ પ્રસંગે તેમના વીડિયોએ ઉત્સુકતા જગાવી હતી અને ‘જબ વી મેટ’ અગેઈનની વાતો શરૂ થઈ હતી. કરીના સાથે રીયુનિયન અંગે ખુલાસો કરતા શાહિદે કહ્યું હતું કે, અમે અવાર-નવાર મળતા રહીએ છીએ.

અમારા માટે મુલાકાતોમાં નવાઈ નથી. જયપુર ખાતે આઈઆઈએફએ ૨૦૨૫ની પ્રેસ કોન્ફરન્સમાં કરીના-શાહિદ સાથે જોવા મળ્યા હતા. ‘જબ વી મેટ’માં કરીનાએ બટકબોલી છોકરી ગીતનો રોલ કર્યાે હતો, જ્યારે અંતર્મુખી-શરમાળ બિઝનેસમેન આદિત્યના રોલમાં શાહિદ કપૂર હતો.

આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને તે જ વર્ષે શાહિદ-કરીનાનું બ્રેક અપ થયું હતું. કરીનાએ બાદમાં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહિદે મીરા સાથે સંસાર વસાવ્યો હતો. બંને સ્ટાર્સ હવે બે-બે સંતાનના વાલી છે. જો કે જૂની યાદો અને જૂની વાતોને ભૂલવાનું સહેલું નથી હોતું.

શાહિદ અને કરીનાએ બ્રેક અપ બાદ પણ એકબીજાની જાહેરમાં ટીકા કરી ન હતી. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તેમની વચ્ચે હવે નિકટતા રહી નથી, પણ સાવ અબોલા જેવી સ્થિતિ નથી. શાહિદે આ રીયુનિયન અંગે કહ્યું હતું કે, અમારા માટે, આ નવું નથી.

આજે સ્ટેજ પર મળ્યા, અહીં-ત્યાં મળતા રહીએ છીએ. તો મુલાકાતો અમારા માટે નોર્મલ છે. લોકોને આ ગમતું હોય તો, તે સારું જ છે. બ્રેકઅપ બાદ પણ શાહિદ કરીનાએ ઈન્ડસ્ટ્રીના નાતે સંબંધો સાચવવાની વાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.