દિવ્યાંગો માટે ડિજિટલ કેવાયસીની માર્ગદર્શિકા સુધારોઃ સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ અને એસિડ હુમલાના પીડિતો માટે ડિજિટલ કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ આપીને જણાવ્યું હતું કે ડિજિટલ સુલભતાનો અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનો સહજ હિસ્સો છે.
સર્વાેચ્ચ અદાલતે આ બાબતે ૨૦ દિશાનિર્દેશો જારી કર્યા હતાં તથા તમામ સરકારી પોર્ટલ, લ‹નગ પ્લેટફોર્મ અને નાણાકીય ટેકનોલોજી સેવાઓ તમામ નબળા અને વંચિત વર્ગાે માટે સાર્વત્રિક રીતે સુલભ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અંધ અને એસિડ એટેક બચી ગયેલા લોકો સહિત વિકલાંગ લોકો માટે ડિજિટલ કેવાયસી માર્ગદર્શિકામાં ફેરફાર જરૂરી છે, કારણ કે તેઓ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી અને બેંક ખાતા ખોલવા જેવી સુવિધાઓ અને સરકારની યોજનાઓનો લાભ લઈ શકતા નથી.આવા કેવાયસી પ્રોસેસમાં તેઓ માથુ હલાવવું અને ચહેરાનું સ્થાન બદલવું જેવી વિઝ્યુઅલ પ્રક્રિયા કરવી પડે છે.
આવા કાર્યાે તેઓ ચહેરાની ક્ષતિ અને વિકૃતિને કારણે કરી શકતા નથી. તેના પરિણામ દિવ્યાંગો તેમની ઓળખ સ્થાપિત કરવામાં, બેંક ખાતા ખોલવામાં, આવશ્યક સેવાઓનો ઉપયોગ કરવામાં અથવા સરકારી યોજનાઓનો લાભ લેવામાં વિલંબ થાય છે અથવા લઈ શકતા નથી.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દિવ્યાંગોની મુશ્કેલીઓને હાઇલાઇટ કરીને ખંડપીઠે જણાવ્યું હતું કે હેલ્થકેર જેવી આવશ્યક સેવાઓ હવે વધુને વધુ પ્રમાણ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બની રહી છે.
કલમ ૨૧ હેઠળ જીવન જીવનના અધિકારનું ટેકનોલોજીની વાસ્તવિકતાના સંદર્ભમાં અર્થઘટન કરવું જોઇએ. ડિજિટલ ઇન્ળાસ્ટ્રક્ચરના અભાવ, તેનો ઉપયોગ કરવાની કુશળતાના અભાવથી માત્ર દિવ્યાંગો જ નહીં, પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ લાભથી વંચિત રહે છે.SS1MS