Western Times News

Gujarati News

સંસદમાં રજૂ કરવામાં આવ્યું આઈએમઆરનું સંશોધન

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ આૅફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

તેમણે કહ્યું, ‘હકીકતમાં, આ આઈસીએમઆર અભ્યાસ દર્શાવે છે કે કોરોના રસી આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.’ તેના અહેવાલમાં, આઈસીએમઆરએ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યાે છે કે છેલ્લા કેટલાક વર્ષાેમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.

તેમણે કહ્યું, ‘હકીકતમાં, આ આઈસીએમઆર અભ્યાસ દર્શાવે છે કે કોરોના વેક્સિન આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.’ તેના અહેવાલમાં આઈસીએમઆરએ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યાે હતો જેમાં દાવો કરાયો હતો કે છેલ્લા કેટલાક વર્ષાેમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.

આઈસીએમઆરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ એપિડેમિયોલોજીએ આ અભ્યાસ ૧૮-૪૫ વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યાે હતો જેઓ સ્વસ્થ હતા અને તેમને કોઈ રોગ નહોતો જે ૧ ઓક્ટોબર, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા.

આ સંશોધન ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું.રિસર્ચ દરમિયાન એવા ૭૨૯ કેસ નમૂના તરીકે લેવામાં આવ્યા હતા જેમનું અચાનક મૃત્યુ થયું હતું અને ૨૯૧૬ નમૂના એવા લોકોના હતા જેમને હાર્ટ એટેક પછી બચાવી લેવાયા હતા.

સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

રિસર્ચમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે, જેમાં મૃતકનું કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ રહેવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના ૪૮ કલાક પહેલાં વધુ પડતો નશો કરવો કે દારૂ પીવો, ડ્રગનો ઉપયોગ અને મૃત્યુ પહેલાના ૪૮ કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) જેવા પરિબળો સામેલ હતા.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આઈસીએમઆર અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -૧૯ રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.