Western Times News

Gujarati News

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં તકનીકી પ્રગતિએ હૃદયના સ્વાસ્થ્યની દિશા બદલી છે

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં ક્રાંતિ: ટેક્નોલોજીકલ સુધારાની અસર- ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ

અમદાવાદ, ટેક્નોલોજીકલ પ્રગતિના યુગમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતાઓ જોવા મળી છે જેણે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના નિદાન અને સારવારમાં ક્રાંતિ લાવી છે. ભારતમાં હૃદયની બીમારીઓના વધતા વ્યાપ સાથે, અદ્યતન ટેક્નોલોજી હેલ્થકેર પ્રદાતાઓને આ પડકારોનો સામનો કરવા અને હૃદયના સ્વાસ્થ્યના પરિણામોને સુધારવા માટે સક્ષમ બનાવે છે. Revolutionizing interventional cardiology Impact of Technological advancements- Dr Tejas V Patel

“ઇન્ડિયન હાર્ટ એસોસિએશનના સંશોધન મુજબ, વિશ્વભરમાં હૃદયરોગના આંકડામાં આપણા દેશનો લગભગ 60% હિસ્સો છે.[1] મૃત્યુદરનું મુખ્ય કારણ એવો હૃદયરોગ ભારતના લોકોમાં રહેલો એક શાંત રોગચાળો છે.

જોકે ટેક્નોલોજીમાં પ્રગતિના લીધે થોડા દાયકાઓ પહેલાં હૃદયના રોગોની સારવારની રીત બદલાઈ ચૂકી છે અને હૃદયના રોગોની સારવારમાં જેણે  નિર્ણાયક ભૂમિકા ભજવી છે તે ન્યૂનતમ ઇન્વેઝિવ પ્રોસીજર છે,”ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ,.

સારવામાં આવેલી ક્રાંતિ: મિનિમલી ઇન્વેઝિવ પ્રોસીજર્સ

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી એ કાર્ડિયોલોજીનો એક ભાગ છે જેમાં ખાસ કરીને હૃદયના રોગો જેમ કે કોરોનરી ધમની બીમારી, હૃદયના વાલ્વ ની બીમારી, પેરિફેરલ ધમની બીમારી, જન્મજાત હૃદય રોગ, વગેરેની કેથેટર આધારિત સારવારનો સમાવેશ થાય છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન/એન્જીયોગ્રામ, પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI), એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટીસ, ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ (TAVR)/ ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન (TAVI), માઈટ્રલ ટ્રાન્સકેથેટર એજ-ટુ-એજ રિપેર (TEER), એટ્રીઅલ સેપ્ટલ ડિફેક્ટ ક્લોઝર, લેફ્ટ એટ્રીઅલ એપેન્ડેજ ક્લોઝર, પેટન્ટ ફોરામેન ઓવેલ ક્લોઝરનો સમાવેશ થાય છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી પ્રક્રિયાઓનો ઉપયોગ, જે સામાન્ય રીતે પરંપરાગત શસ્ત્રક્રિયા પદ્ધતિઓ કરતાં ઓછી આક્રમક હોય છે, તેનાથી દર્દીના આરામ અને અનુભવને વધારવા માટે રિકવરીનો સમય ઘટવા અને જટિલતાઓનું જોખમ ઘટવા સહિત અનેક ફાયદા થાય છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં આ પ્રગતિએ કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના સંચાલન અને સારવારમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

“TAVR એ મિનિમલી ઇન્વેઝિવ પ્રક્રિયા છે જે ઓપન હાર્ટ સર્જરી વિના ક્ષતિગ્રસ્ત / નિષ્ફળ હૃદય ના એઓર્ટિક વાલ્વને બદલે છે. TAVR માં ક્ષતિગ્રસ્ત વાલ્વને પગની રક્ત વાહિની દ્વારા દાખલ કરાયેલ કેથેટર (નાની નળી) નો ઉપયોગ કરીને નવા વાલ્વ દ્વારા બદલવામાં આવે છે. ઘણી વખત TAVR પ્રોસિજરમાં એનેસ્થેસિયાની જરૂર નથી પડતી અને દર્દીની રિકવરી ઝડપી થાય છે,” ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ.

એડવાન્સ્ડ ઇમેજિંગ ટેક્નિક્સ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે માર્ગ મોકળો કરે છે

ઇમેજ-ગાઈડેડ કેથેટેરાઇઝેશન ટેક્નિક્સ, જેમ કે ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ (IVUS) અને ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી (OCT), કોરોનરી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીને માર્ગદર્શન આપવા માટે અભિન્ન બની ગઈ છે. આ અદ્યતન ઇમેજિંગ ટેકનિક્સ ધમનીના અવરોધો, પ્લેક્સ અને સ્ટ્રક્ચરલ અસામાન્યતાઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે,

ચોક્કસ નિદાન અને સારવાર આયોજનની સુવિધા આપે છે. આ તકનીકો દ્વારા મેળવવામાં આવેલી ચોક્કસ માહિતી ડોકટરોને દરેક દર્દીની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ લક્ષિત સારવાર કરવામાં સક્ષમ બનાવે છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં તકનીકી પ્રગતિએ હૃદયના સ્વાસ્થ્યની દશા અને દિશા બદલી નાખી છે. ડોક્ટરોને ચોક્કસ સારવાર વિકલ્પો પ્રદાન કરવા સક્ષમ બનાવીને દર્દીઓના જીવન પર હકારાત્મક અસર કરી છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે

તેમ તેમ કાર્ડિયોલોજીનું ક્ષેત્ર કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના વધુ સારા નિદાન, સારવાર અને નિવારણ માટે મોટી આશાઓ જગાવે છે, જે આખરે બધા માટે સ્વસ્થ ભવિષ્ય તરફ દોરી જાય છે. જો કે, આ પ્રોસીજર્સની યોગ્યતા અન્ય ઘણા પરિબળોને આધારે બદલાય છે,

જેમાં ઉંમર, ચોક્કસ તબીબી સ્થિતિ, દર્દીની આરોગ્ય સ્થિતિ અને સર્જિકલ ટીમની કુશળતા અને અનુભવનો સમાવેશ થાય છે. તેથી, દર્દીઓએ તેમના સંજોગો માટે સૌથી યોગ્ય સારવાર અભિગમ નક્કી કરવા માટે તેમના હેલ્થકેર પ્રદાતાઓ સાથે સલાહ-મસલત કરવી જોઈએ.

[1] https://indianheartassociation.org/why-indians-why-south-asians/#:~:text=Public%20health%20estimates%20indicate%20that,a%20silent%20epidemic%20among%20Indians%EF%BB%BF


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.