કાઝીરંગા નેશનલ પાર્કમાં ટ્રક સાથે ગેંડો અથડાયો
નવી દિલ્હી, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગત રોજ પોતાના ટિ્વટર હેંડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક ગેંડો એક ફુલ સ્પિડે આવતા ટ્રક સાથે અથડાતા જાેઈ શકાય છે. જેના કારણે ગેંડાને ગંભીર ઈજા થઈ છે.
દુર્ઘટના બાદ ગેંડો રોડ પર પોતાનું સંતુલન જાળવી શકતો નથી. તેને ચાલવામાં પણ તકલીફો આવી રહી છે. હકીકતમાં જાેઈએ તો, હાલમાં જ આસામના કાઝીરંગામાં એક ગેંડો ટ્રકની ચપેટમાં આવી ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આ વાતની જાણકારી ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોતાના ટિ્વટર અકાઉન્ટ પરથી આપી હતી.
તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, ગેંડા આપણા મિત્ર છે, અમે તેમના રહેવાની જગ્યા પર કોઈને પણ ઉલ્લંઘન કરવાની મંજૂરી નહીં આપીએ. તેમણે કહ્યું કે, હલ્દીવાડીમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઘાયલ થયેલા ગેંડાને બચાવી લેવામાં આવ્યો છે. તો વળી આ દુર્ઘટના માટે જવાબદાર વાહન ચાલક પર દંડ ફટકારવામાં આવ્યો છે.
સાથે જ કહ્યું કે, કાઝીરંગમાં જાનવરોને બચાવવા માટે અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. અમે ૩૨ કિમીના ખાસ એલિવેટેડ કોરિડોર પર કામ કરી રહ્યા છીએ. વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેવી રીતે એક ફુલ સ્પિડે આવતો ટ્રક રસ્તા પર જઈ રહ્યો છે.
આ દરમિયાન જંગલમાંથી નિકળી એક ગેંડો અચાનક ટ્રક સાથે અથડાઈ જાય છે. જાે કે, આ દરમિયાન ટ્રક ચાલક તેને બચાવાની કોશિશ પણ કરે છે. પણ તેમ છતાં ગેંડો ટ્રકના પાછળના ભાગે ટકરાઈ જાય છે. ટ્રક આગળ નિકળી જાય છે અને ગેંડો ઘાયલ થઈ જાય છે. રોડ પર પડતા પડતા તે પાછો જંગલમાં જતો રહે છે.SS1MS