Western Times News

Gujarati News

ધનાઢ્ય લોકોને અયોધ્યાના રિયલ એસ્ટેટમાં જોરદાર નફો દેખાઈ રહ્યો છે

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલુ છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન આ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે કે શહેરની સિકલ જ બદલાઈ ગઈ છે. નવા, પહોળા રસ્તા અને બીજા કોમર્શિયલ ડેવલપમેન્ટના કારણે અયોધ્યામાં કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટીના ભાવ ૯૦૦ ટકા સુધી વધી ગયા છે. આગામી દિવસોમાં અહીં બિઝનેસનો ભારે વિકાસ થશે તે નક્કી હોવાથી દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને હોટેલની ભારે માંગ જોવા મળે છે.

ઉત્તર પ્રદેશના ઘણા ધનાઢ્ય લોકોને અયોધ્યાના રિયલ એસ્ટેટમાં નફો દેખાઈ રહ્યો છે તેથી તેઓ ખરીદી કરી રહ્યા છે અને રિયલ્ટીના ભાવ ઊંચકાતા જાય છે. જાણકારોનું કહેવું છે કે ચારથી પાંચ વર્ષ અગાઉ અહીં મકાનો કે દુકાનોના જે ભાવ ચાલતા હતા તેની તુલનામાં આઠથી ૧૦ ગણો વધુ ભાવ બોલાય છે.

રિયલ્ટી સેક્ટરના લોકો કહે છે કે આ તો હજુ શરૂઆત છે. એક વખત રામ મંદિર મુલાકાતીઓ માટે ઓપન થઈ જશે ત્યાર પછી અહીં એટલી મોટી સંખ્યામાં યાત્રીઓ આવશે કે તેમને સમાવવા માટે ટાઉનશિપ બનાવવી પડશે. આગામી અમુક વર્ષમાં અયોધ્યા નજીક ઘણી ટાઉનશિપ અને પ્રાઈવેટ હોટેલો શરૂ થાય તેવી શક્યતા છે.

કોલિયર્સ ઈન્ડિયાના સિનિયર ડાયરેક્ટર વિમલ નાદરે જણાવ્યું કે અયોધ્યાની આસપાસ મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો એરપોર્ટ ચાલુ થઈ ગયું છે અને તેને હવે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત રોડ, હોટેલ, હોસ્પિટલો બનાવવા પર કામ ચાલુ છે. ધાર્મિક ટુરિઝમના કારણે અયોધ્યાના વિકાસની ભરપૂર શક્યતાઓ છે.

રામ મંદિર તૈયાર થઈ જશે ત્યારે રોજના લાખો ભાવિકો આ શહેરમાં આવે તેવી શક્યતા છે. તેમના રહેવા અને જમવા માટે સુવિધાઓ કરવી પડશે. તેથી લોજિંગ અને બો‹ડગના બિઝનેસમાં તેજી આવશે. આ ઉપરાંત ટુરિઝમને લગતી બીજી સેવાઓ પણ વધશે.

સ્કવેર યાર્ડના પ્રિન્સિપાલ પાર્ટનર રવિ નિર્વાલ જણાવે છે કે જે રોકાણકારોને અયોધ્યાની તેજીમાંથી ફાયદો મેળવવો હોય તેઓ કોમર્શિયલ અને રેસિડેÂન્શયલ બંને પ્રકારના પ્રોજેક્ટમાં મૂડી રોકી શકે છે. ભવિષ્યમાં બંનેના ભાવ વધવાના છે. રેસિડેÂન્શયલ પ્રોપર્ટી પર રોકાણ કરવામાં વધુ ફાયદો થાય તેમ લાગે છે.

ત્રિધાતુ રિયલ્ટીના સહસ્થાપક અને ડિરેક્ટર પ્રિતમ ચિવુકુલા કહે છે કે રોકાણકારો હાલમાં જમીન, પ્લોટ અને ફ્લેટ માટે વધારે ઈન્કવાયરી કરી રહ્યા છે. સ્થાનિક લોકો ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોની પણ ઘણી પૂછપરછ આવી છે જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધી ગયા છે.

રામ મંદિર માટે શીલારોપણ થયું ત્યારથી જ જમીન-મકાનોના ભાવમાં પાંચથી ૧૦ ગણો વધારો થઈ ગયો છે. કોઈ પણ જગ્યા રામ મંદિરથી કેટલી નજીક છે તેના આધારે તેનો ભાવ વધે છે.

અમુક જગ્યાએ ભાવ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ચાલે છે જ્યારે કેટલીક જગ્યાએ અત્યારે માત્ર બે હજાર રૂપિયા પ્રતિ ફૂટના ભાવે રિયલ એસ્ટેટ ખરીદી શકાય છે. રામ મંદિરથી ૧૦ કિમીની ત્રિજયામાં જમીન, મકાન અને દુકાનના ભાવ સૌથી વધારે છે. આગામી એક દાયકામાં નજીકના એરિયામાં ભાવો ૧૨થી ૨૦ ગણા સુધી વધે તેવી શક્યતા છે.

મંદિરની નજીકની પ્રોપર્ટીનો ભાવ ૧૮ હજાર રૂપિયા પ્રતિ ફુટની આસપાસ પણ ચાલે છે. એક્સપર્ટનું કહેવું છે કે અયોધ્યામાં લાંબા ગાળા માટે રોકાણ કરીને નફો કમાવો હોય તો ચૌદહ કોશી પરિક્રમા, રિંગ રોડ, દેવકલી, નયાઘાટ વગેરે વિસ્તારોમાં મિલકત ખરીદવી જોઈએ. આ ઉપરાંત ગોરખપુર-ફૈઝાબાદ હાઈવેની આસપાસ પણ જમીનના ભાવોમાં તીવ્ર ઉછાળાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.