સાત વર્ષના રિલેશનશિપ બાદ પતિ-પત્ની બન્યા રિચા ચઢ્ઢા-અલી ફઝલ
મુંબઈ, આશરે સાત વર્ષના રિલેશનશિપ બાદ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આખરે સોમવારે (૩ ઓક્ટોબર) એકબીજાને ‘કુબૂલ હૈ’ કહી દીધું છે અને આ સાથે જ તેઓ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની ગયા છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી લખનઉમાં રિચા અને અલીના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા હતા અને આજે તેમના નિકાહ થયા હતા. જીવનના ખાસ દિવસ માટે કપલે ઓફ-વ્હાઈટ કલરના રોયલ પરંતુ સિમ્પલ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. તેમણે તેમના આઉટફિટ સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા પાસે ડિઝાઈન કરાવ્યા હતા.
એક્ટરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે વર્ક કરેલી શેરવાનીમાં જાેવા મળી રહ્યો છે જ્યારે દુલ્હન બનેલી રિચાએ ટિ્વનિંગ કરતાં શરારા પહેર્યો છે અને સાથે કુંદનનો નેકલેસ, નથ અને માંગ ટિક્કો પહેર્યો છે.
નિકાહની તસવીરો શેર કરીને અલી ફઝલે લખ્યું છે ‘એક દૌર હમ ભી લેં…એક સિલસિલા તુમ ભી લો ઈંઇૈછઙ્મૈ’. ડોલી સિંહ, રસિકા દુગ્ગલ, પ્રતીક બબ્બર, ઈશા ગુપ્તા, ઝરીન ખાન તેમજ રિયા ચક્રવર્તી સહિતના સેલેબ્સ તેમજ ફેન્સ કોમેન્ટ કરીને નવદંપતી પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે.
આ જ તસવીરો રિચા ચઢ્ઢાએ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, આ સાથે તેણે લખ્યું છે ‘મને તું મળી ગયો ઈંઇૈછઙ્મૈ’. નેહા કક્કડ, સ્વરા ભાસ્કર, સત્યજીત દુબે, પ્રિયંકા બોઝ, સબા આઝાદ તેમજ નેહા ભસીન સહિતના સેલેબ્સ અને ફેન્સે અભિનંદન પાઠવ્યા છે તેમજ તેમની જાેડી ‘મેડ ફોર ઈચ અધર’ લાગી રહી હોવાનું કહ્યું છે.
જણાવી દઈએ કે, અલી ફઝલના પરિવાર દ્વારા નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત રાજસ્થાનના સબરી બ્રધર્સના કવ્વાલ પર્ફોર્મન્સ સાથે થઈ હતી. લખનઉની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તો ભોજન હેરિટેજ પરિવાર દ્વારા સંચાલિત હોટેલ લેબુઆ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, તો અન્ય એક પરિવાર મહેમૂદબાદીએ વિશિષ્ટ વ્યંજનો તૈયાર કર્યા હતા.
પહેલી ઓક્ટોબરથી રિચા અને અલીના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયા હતા. બંને મુંબઈ આવી પહોંચ્યા છે, આજ (૪ ઓક્ટોબર) બોલિવુડ સ્ટાઈલનું ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલની પહેલી મુલાકાત વર્ષ ૨૦૧૨માં ફિલ્મ ‘ફુકરે’ના સેટ પર થઈ હતી. પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને ધીમે-ધીમે તે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. સાત વર્ષના સંબંધ બાદ અલીએ ૨૦૧૯માં માલદીવ્સમાં રિચાને પ્રપોઝ કર્યું હતું તો તેણે તરત જ ‘હા’ પાડી હતી. ૨૦૧૫માં તેમણે ડેટિંગ શરૂ કર્યું હતું અને ૨૦૧૭માં રિલેશનશિપ ઓફિશિયલ કર્યા હતા.SS1MS