Western Times News

Gujarati News

સ્વતંત્રતા દિવસે રિકી કેજે દેશને આપ્યું રાષ્ટ્રગીતનું નવું વર્ઝન

મોદી ના રોકી શક્યા પોતાની ખુશી

રિકીએ ભારતીય રાષ્ટ્રગીત રજૂ કર્યું, જે તેણે ૧૦૦ બ્રિટિશ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે કમ્પોઝ કર્યું હતું

મુંબઈ, ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ સ્વતંત્રતા દિવસ પર ચર્ચામાં રહે છે. રિકીએ કંઈક એવું કર્યું છે કે, જેનાથી તમામ ભારતીયો ગર્વથી ફૂલી જાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આનંદિત થઈ રહ્યા છે. રિકીએ એક દિવસ પહેલા ૧૪ ઑગસ્ટના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ભારતીય રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું, જે તેણે ૧૦૦ બ્રિટિશ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે કમ્પોઝ કર્યું હતું. Ricky Kej gave the nation a new version of the national anthem on Independence Day

તેમની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ ટિ્‌વટર પર લખ્યું, ‘અદ્ભુત. આનાથી દરેક ભારતીયને ચોક્કસપણે ગર્વ થશે. રિકી કેજે ૧૪મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા વિશ્વભરના દરેક ભારતીયને ૬૦ સેકન્ડનો વીડિયો ભેટમાં આપ્યો હતો. લંડનના પ્રખ્યાત એબી રોડ સ્ટૂડિયોમાં વિશ્વના સૌથી મોટા સિમ્ફની ઓર્કેસ્ટ્રા દ્વારા રેકોર્ડ કરાયેલા ભારતીય રાષ્ટ્રગીતને સ્વતંત્રતા દિવસે રજૂ કરવામાં આવ્યું હતું. કેજે વીડિયો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘થોડા દિવસો પહેલા મેં લંડનના પ્રખ્યાત એબી રોડ સ્ટૂડિયોમાં ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરવા માટે ૧૦૦ પીસ બ્રિટિશ ઓર્કેસ્ટ્રા, ધ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું આયોજન કર્યું હતું.

ભારતનું રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓર્કેસ્ટ્રા છે અને તે જાેવાલાયક છે. અંતે જય હોએ મને હચમચાવી નાખ્યો હતો. ભારતીય સંગીતકાર બનવું ખૂબ જ સારું લાગ્યું. હું આ ઐતિહાસિક રેકોર્ડિંગ આ સ્વતંત્રતા દિવસ પર તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. તેનો ઉપયોગ કરો, તેને શેર કરો અને તેને જુઓ, પરંતુ આદર સાથે. તે હવે તમારું છે. જય હિન્દ. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. ગીત વિશેની પોતાની આતુરતાનો ઉલ્લેખ કરતા રિકીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘મને ખૂબ ગર્વ છે.

આપણે એક નવું ભારત છીએ. અમે ક્લાઇમેટ ચેન્જ અને વૈશ્વિક અર્થશાસ્ત્ર જેવી બાબતોમાં ભાગ લઈ રહ્યા છીએ. અન્ય દેશો પણ અમારી પાસેથી શીખી રહ્યા છે. રાષ્ટ્રગીત ૧૦૦ સભ્યોના સૌથી મોટા ઓર્કેસ્ટ્રા સાથે ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે, રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા, જેણે ભારતીય રાષ્ટ્રગીત રેકોર્ડ કર્યું છે. આ પ્રસંગે રિકી કેજનું આ પ્રથમ પ્રદર્શન નથી. વર્ષ ૨૦૨૨માં તેણે ભારતના ૧૨ ગાયકો સાથે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. ગાયકો મ્યાંમાર, અફઘાનિસ્તાન અને કેમરૂનના હતા. કેજે લંડનમાં પ્રખ્યાત રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે રાષ્ટ્રગીતનું નવું વર્ઝન રજૂ કર્યું, જેણે દરેકને ગર્વ અપાવ્યું છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.