રિદ્ધિએ ફવાદ સાથે ફિલ્મ સાઇન કરતા પહેલાં સરકારની સલાહ લીધી
મુંબઈ, રિદ્ધિ ડોગરાની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ આવી રહી છે. ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે કામ કરવાના અનુભવ અને આ કામ પહેલાના તેને ખચકાટ અંગે પણ વાત કરી હતી. રિદ્ધિ ફવાદ ખાન સાથે ‘અબીર ગુલાલ’માં કામ કરી રહી છે.
પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ ઉઠ્યા પછી આ ફવાદ ખાનની બોલિવૂડમાં કમબૅક ફિલ્મ હશે. જેમાં વાણી કપુર પણ કામ કરી રહી છે. ફવાદ ખાનની રાષ્ટ્રિયતાને કારણે રિદ્ધિ ડોગરાના મનમાં કેટલીક મૂંઝવણ હતી, આ અંગે રિદ્ધિએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
રિદ્ધિએ કહ્યું,“જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કળા સાથે જોડાયેલી હોય ત્યારે ત્યારે હું કળામાં કોઈ ભેદ રાખતી નથી. આપણે જ્યારે પણ કંઈ જોઈએ, પછી તે નાટક હોય કે ફિલ્મ, આપણે માત્ર પાત્ર જ જોઈએ છીએ. આપણે એવો વિચાર નથી કરતા કે એ કલાકાર કોણ અને કયા ધર્મનો હશે કે પછી તેના ઘરમાં કોણ હશે.
આપણે એ નથી જોતાં કે એ કયા દેશનો છે. આ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કરતી વખતે મેં આ જ વિચાર્યું હતું. મેં માત્ર એક વાતની ખાતરી કરી હતી કે મને આ રાષ્ટ્રીયતાવાળી વ્યક્તિ સાથે કામ કરવાની પરવાનગી છે કે નહીં. હા, મને આપણા દેશ અને આપણી સરકારે તેમાં કરવાની મંજૂરી આપી હતી. મેં એટલું હોમવર્ક કર્યું. જો એવું ન હોત તો મેં ફિલ્મ પણ કરી હોત.”SS1MS