હાલ મારી દીકરી જ મારી પ્રાથમિકતા છે:આલિયા ભટ્ટ
મુંબઈ, આલિયા ભટ્ટ માટે ૨૦૨૨ ઘણી બધી રીતે ખાસ રહ્યું, આ વર્ષે તેણે ન માત્ર ગંગુબાઈ કાઠિયાવાડી, ઇઇઇ અને બ્રહ્માસ્ત્ર જેવી ત્રણ-ત્રણ હિટ ફિલ્મો આપી પરંતુ ‘ડાર્લિંગ્સ’થી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ પણ કર્યું અને તેમા તેના પર્ફોર્મન્સને ખૂબ વાહવાહી પણ મળી હતી.
આ સિવાય એપ્રિલ ૨૦૨૨માં પાંચ વર્ષના રિલેશનશિપ બાદ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા તેમજ નવેમ્બરમાં દીકરી રાહાની મમ્મી પણ બની ગઈ. આલિયા ભટ્ટ, જે હાલ મેટરનિટી બ્રેકને એન્જાેય કરી રહી છે તેણે મંગળવારે એક્ટર-ફ્રેન્ડ વરુણ ધવન સાથે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.
જ્યાં તેણે તેના માટે દીકરી પ્રથમ પ્રાથમિકતા બની ગઈ હોવાનું કહ્યું હતું. મોટાભાગની એક્ટ્રેસ મમ્મી બન્યા બાદ પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફ પર વધારે ધ્યાન આપે છે. ત્યારે શું આલિયા ભટ્ટ પણ તેમ કરશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તે કંઈ જવાબ આપે તે પહેલા જ વરુણ ધવને કહ્યું હતું કે ‘તે આ વાત સાથે સહેજ પણ સહેમત નથી’. તો એક્ટ્રેસે કહ્યું હતું ‘હું દરેક દિવસે કામ કરવામાં માનું છું.
પરંતુ હાલ મારી પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. મારા જીવનની પ્રથમ પ્રાથમિકતા મારી દીકરી છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. મારો પહેલો પ્રેમ ફિલ્મ અને સિનેમા તેમજ કામ છે. હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને તે ક્વોન્ટિટી ઉપર ક્વોલિટી પણ હોઈ શકે છે. જે ખરાબ વાત નથી.
આલિયા ભટ્ટ વરુણ ધવન સાથે એક એવોર્ડ શોમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપવાની છે, આ માટે તેણે ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે ઢોલિડા, કેસરિયા અને નાચો નાચો પર ડાન્સ કરવાની છે. ‘આ મારું સૌથી ખાસ વર્ષ રહ્યું છે અને મારા કરિયરના આ સૌથી હિટ સોન્ગ છે. હું વધારે ખુલાસો નહીં કરી શકું પરંતુ આ કંઈક એવું હશે જે મેં પહેલા ક્યારેય કર્યું નથી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.
આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે, જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કર્યું હતું. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મધ્યમાં શરૂ થશે તેવી શક્યતા છે.SS1MS