Western Times News

Gujarati News

RILને હાઇકોર્ટે સંપત્તિનું વિવરણ આપવાનો આદેશ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેજ (RIL) તથા બ્રિટિશ ગેસને તેમની સંપત્તિનું વિવરણ આપવાનો હુકમ કર્યો છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં અરજી દાખલ કરીને રિલાયન્સ દ્વારા દિગ્ગજ ઓઇલ કંપની સાઉદી અરામકોને તેની 20% હિસ્સો વચવા સહિત અન્ય સંપત્તિનું વેચાણ રોકવાની માંગ કરી છે. જે બાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

અરામકો ડીલ પર રોકની માંગ કરી કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું, રિલાયન્સ અને બ્રિટિશ ગેસ બંને કંપનીઓ પન્ના-મુક્તા તથા તાપ્તીઉત્પાદન ભાગીદારી અંતર્ગત 4.5 અબજ ડોલરના આર્બિટ્રલ એવોર્ડની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે. વર્ષ 1994માં થયેલો પીએમટી કોન્ટ્રાક્ટ આજે સમાપ્ત થયો છે. આ મામલે દલીલ કરતા સરકારે કોર્ટમાં માગં કરી કે, તે રિલાયન્સ અને બ્રિટિશ ગેસને 4.5 અબજ ડોલરના આર્બિટ્રેશન એવોર્ડની ચુકવણી કરવાનો આદેશ આપે. આરઆઈએલના ડાયરેક્ટર્સને કંપનીની સંપત્તિનું વિવરણ આપવાનું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપી કોર્ટે કહ્યું, આ મામલે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આરઆઈએલ દ્વારા સાઉદી અરામકોનો 20 ટકા હિસ્સાનું પ્રસ્તાવિત વેચાણ સહિત અનેક ન્યૂઝ પેપર્સના રિપોર્ટનો ઉલ્લેખ કરી હાઇકોર્ટમાં કહ્યું, આરઆઈએલ પર 2.88 લાખ કરોડ રૂપિયાનું જંગી દેવું છે. કંપની તેનું દેવું ચૂકવવા ચલ-અચલ સંપત્તિનું વેચાણ કરી રહી છે.

સરકારે કહ્યું, ભવિષ્યમાં પણ પોતાની સંપત્તિનું વેચાણ કરી શકે છે અને ત્યાં સુધી આર્બિટ્રલ એવોર્ડની ચુકવણી માટે કંપની પાસે કંઈ નહીં બચે. કેન્દ્રએ કહ્યું, તેમની પાસે આરઆઈએલના બિઝનેસ પ્લાનની કોઈ જાણકારી નથી અને ન તો તેમના પર કોઈ નિયંત્રણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.