RIL શેરની આકાશી ગતિ, માર્કેટ કેપમાં વધારો
નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ગુરુવારે આકર્ષક ૮.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ. ૧૪,૬૬,૫૮૯.૫૩ કરોડને પાર થયું હતું. યુએસ ડોલરના મૂલ્યમાં કંપનીનું માર્કેટ કેપ અંદાજે ૨૦૦ અબજ ડોલરની સપાટીને સ્પર્શ્યું હતું. બુધવારે આરઆઈએલે તેના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં અમેરિકાની સિલ્વર લેક પાર્ટનર્સ દ્વારા રૂ. ૭,૫૦૦ કરોડમાં ૧.૭૫ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ગુરુવારે સવારથી આ બ્લુપીચ કાઉન્ટરમાં ટ્રેડર્સ અને રોકાણકારોની લેવાલી રહી હતી. આકર્ષક ખરીદીને પગલે શેર બીએસઈમાં ૮.૪૫ ટકા વધીને રેકોર્ડ રૂ. ૨,૩૪૩.૯૦ની સપાટીએ ટ્રેડ થયો હતો. એનએસઈમાં પણ આરઆઈએલનો શેર ૮.૪૯ ટકા વધીને રૂ. ૨,૩૪૪.૯૫ થયો હતો. બપોરના ટ્રેડિંગમાં કંપનીનું માર્કેટ કેપ વધીને ૧૪,૬૬,૫૮૯.૫૩ કરોડને સ્પર્શ્યું હતું. આરઆઈએલની આગેવાનીમાં બીએસઈ સેન્સેક્સ ૬૪૬ પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. સિલ્વર લેક બાદ કેકેઆર પણ રિલાયન્સ રિટેલ વેન્ચરમાં રોકાણ કરે તેવી સંભાવના છે.SSS