ટ્રક માટે ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બશન એન્જિન ટેકનોલોજીનું અનાવરણ
રિલાયન્સે હેવી-ડ્યુટી ટ્રક માટે ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બશન એન્જિન ટેકનોલોજીનું અનાવરણ કર્યું
અનન્ય અને પોસાય તેવા આ સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજી સોલ્યુશનમાં ગ્રીન મોબિલિટીના ભવિષ્યને ફરીથી નિર્ધારિત કરવાની ક્ષમતા હશે
મુંબઈ, બેંગ્લોરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) હેવી ડ્યુટી ટ્રક માટે ભારતના પ્રથમ હાઈડ્રોજન ઈન્ટરનલ કમ્બશન એન્જિન ટેકનોલોજી સોલ્યુશનનું અનાવરણ કર્યું હતું. RIL unveiled India’s first Hydrogen Internal Combustion Engine technology solution for heavy duty trucks flagged off by PM Narendra Modi at the India Energy Week in Banglore.
હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન (H2ICE) સંચાલિત ટ્રકો લગભગ શૂન્ય પ્રદૂષણ ઉત્સર્જનની કરશે, ઉપરાંત તે પરંપરાગત ડીઝલ ટ્રક જેવી જ કામગીરી પણ પૂરી પાડશે અને અવાજ ઘટાડશે તથા તેના ઓપરેટિંગ ખર્ચમાં અંદાજિત ઘટાડા સાથે ગ્રીન મોબિલિટીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.
તેના નેટ કાર્બન ઝીરો વિઝનના ભાગરૂપે રિલાયન્સ તેના વ્હિકલ પાર્ટનર અશોક લેલેન્ડ અને અન્ય તકનીકી ભાગીદારો સાથે ગત વર્ષથી આ અનોખી ટેક્નોલોજી વિકસાવવામાં વ્યસ્ત છે અને 2022ની શરૂઆતમાં જ પ્રથમ એન્જિન ચાલુ કરવામાં આવ્યું હતું.
આગળ જતાં રિલાયન્સ તેની કેપ્ટિવ ફ્લિટને વ્યાપક રીતે વ્યાવસાયિક ઉપયોગમાં લાવે તે પહેલા હેવી ડ્યુટી ટ્રક માટે H2ICE ટેક્નોલોજીનું વ્યાપકપણે પરીક્ષણ કરશે અને માન્યતા મેળવશે. તેની સાથે જ રિલાયન્સ મોબિલિટી માટે એન્ડ-ટુ-એન્ડ હાઇડ્રોજન ઇકો સિસ્ટમ ઊભી કરવાની તકોને અનુસરી રહી છે.